(એજન્સી) સિઓલ, તા. ૨૭
દુનિયાભરમાં પારસ્પરિક તંગદીલીના કારણે ચર્ચામાં રહેનાર દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે દશકોથી ઉભેલી દુશ્મનીની દિવાલ આજે આખરે તુટી ગઇ હતી. ૬૫ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ઉત્તર કોરિયાના કોઇ શાસકે દક્ષિણ કોરિયાની જમીન પર પગ મુકીને નવી આશા જગાવી છે. ઉત્તર કોરિયન પ્રમુખ કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જેઇ ઇન સાથે ઐતિહાસિક મંત્રણા યોજી હતી જેમાં આ બંને નેતાઓએ નિશસ્ત્રીકરણ માટે સહમત થયા હતા. બંને નેતાઓએ જાહેરાત કરી હતી કે, એક નવા ઇતિહાસની શરૂઆત થઇ રહી છે. બંનેએ એક બીજાની પ્રશંસા કરી હતી. પ્રમુખ મુને કિમના સાહસી અને પ્રોત્સાહનજનક પગલાની પ્રશંસા કરી હતી. શાંતિની દિશામાં આગળ વધવા મુન હવે આ વર્ષે મોડેથી વધુ એક મિટિંગના ભાગરુપે પ્યોંગયાંગ જશે. બંને નેતાઓએ શિખર વાતચીત કર્યા બાદ સંયુક્ત નિવેદન પણ જારી કર્યું હતું જેમાં કોરિયન દ્વિપને હથિયારોથી મુક્ત કરવાની વાત કરવામાં આવી હતી. કોરિયન યુદ્ધનો અંત લાવવા બંને નેતાઓ શાંતિની દિશામાં આગળ વધવા સહમત થયા હતા. સંયુક્ત નિવેદનમાં બંને નેતાઓએ ઇચ્છાશક્તિની પણ વાત કરી હતી. કિમ જોંગે ગયા વર્ષે આક્રમક વલણ અપનાવીને છ પરમાણુ પરિક્ષણ કર્યા હતા. દક્ષિણ કોરિયા સાથે થયેલી સમજૂતિને અસરકારકરીતે અમલી બનાવવાની કિમે ખાતરી આપી હતી. કમનસીબ ઇતિહાસનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવા બંને કોરિયા સંકલન જાળવશે. કિમ અને મુન અમેરિકા સાથે પણ વાતચીત કરવા માટે ઇચ્છુક છે. ઉત્તર કોરિયાના સરમુખત્યારશાહ શાસક કિમ જોંગ ઉન આજે સવારે બન્ને દેશોની સરહદ પર પહોંચ્યા હતા. સાથે સાથે બિનલશ્કરી વિસ્તારમાં દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જેઇ ઇન સાથે મુલાકાત કરી હતી. આ નજારો ખુબ જ રોમાંચક રહ્યો હતો. કિમ જોંગે ઉત્તર કોરિયાન સરહદ પરથી જ મિત્રતા માટે હાથ લંબાવ્યો હતો. ત્યારબાદ હાથ મિલાવ્યા બાદ દક્ષિણ કોરિયાના વિસ્તારમાં પ્રવેશ કરી ગયા હતા. તેમની વચ્ચે આજે યોજાયેલી ઐતિહાસિક શિખર મંત્રણા ફળદાયી રહી હતી. શાંતિની દિશામાં બન્ને કોરિયા વધી ગયા છે. કોરિયન દેશો વચ્ચે છ દશક જુની દુશ્મનીની દિવાલ તુટી ગઇ હતી.બન્ને નેતાઓએ મુલાકાતના ફોટા પડાવ્યાહતા. બે બાળકોએ બન્ને નેતાઓને ફુલ આપ્યા હતા. આ બાળકો દક્ષિણ કોરિયાનની સરહદી એકમાત્ર વિસ્તાર બિનલશ્કરી ગામ દાએસિયોંગના વિદ્યાર્થી હતા. બન્ને નેતાઓનુ ત્યારબાદ પારંપરિક દક્ષિણ કોરિયન શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મુને પોતાના પ્રતિનિધીમંડળની ઓળખ કિમને કરાવી હતી. ત્યારબાદ કિમે પણ પોતાના પ્રતિનિધીમંડળની ઓળખ કરાવી હતી. કોરિયાના નેતા કિંમ જોંગ ઉન આજે સવારે સરહદ પાર કરીને દક્ષિણ કોરિયા પહોંચી ગયા હતા. કિમે અમેરિકા સહિતના દેશોને દક્ષિણ કોરિયામાં પહોંચીને તમામને ચોંકાવી દીધા હતા.ઐતિહાસિક શિખર મંત્રણાના ભાગરૂપે કિમ પહોંચી ગયા હતા. કિમે સરહદ પાર કરીને દક્ષિણ કોરિયામાં પહોંચી ગયા દક્ષિણ કોરિયાના પ્રમુખ મુન જેઇ ઇન સાથે એ બિનલશ્કરી ગર્સત ક્ષેત્રમાં હાથ મિલાવ્યા હતા. જે બન્ને દેશોની સરહદી રેખા છે. કિમે આ ગાળા દરમિયાન મુનની સાથે એ આંતરરાષ્ટ્રીય રેખાને પણ પાર કરી હતી. આજે ઐતિહાસિક ઘટનાક્રમનો દોર રહ્યો હતો. કિમ જોંગ વર્ષ ૧૯૫૩માં કોરિયન યુદ્ધની સમાપ્તિ બાદ દક્ષિણ કોરિયાની જમીન પર પગ મુકનાર પ્રથમ ઉત્તર કોરિયન નેતા બની ગયા છે. દક્ષિણ કોરિયાના પ્રમુખ મુને ઐતિહાસિક મંત્રણા શરૂ કરતા પહેલા ખુબ ઉત્સાહપૂર્વક કિમ સાથે હાથ મિલાવ્યા હતા. કિંમ જોંગે કહ્યુ હતુ કે તેમને મંત્રણા સફળ રહેવાની આશા છે. આ ઐતિહાસિક બેઠક ઉત્તર કોરિયાના એવા સંકેત પર પણ કેન્દ્રિત રહેશે જેમાં કિમે પોતાના પરમાણુ હથિયારોને છોડી દેવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી.