(એજન્સી) તા.ર૭
ઉત્તર ચીનમાં શુક્રવારે એક હુમલાખોરે છરી વડે હુમલો કરી મિડલ સ્કૂલના સાત બાળકોની હત્યા કરી હતી અને અન્ય ૧ર બાળકોને ઘાયલ કર્યા હતા. આ બાળકો શાળાએથી પરત ફરી રહ્યા હતા. તાજેતરના વર્ષોમાં થયેલો આ સૌથી ઘાતક હુમલો છે. હુમલાખોરને પકડી પાડવામાં આવ્યો હતો અને ઘાયલ બાળકોની સારવાર ચાલી રહી છે. મીઝિ કાઉન્ટિના પ્રચાર વિભાગે આ હુમલાની માહિતી તેના સત્તાવાર સોશિયલ મીડિયા ેએકાઉન્ટ દ્વારા આપી હતી. આ ઘટના સ્થાનિક સમય પ્રમાણે સાંજે ૬ઃ૧૦ વાગે ઘટી હતી. બાળકોની ઉંમર જણાવવામાં આવી નથી પરંતુ ચીનમાં મિડલ સ્કૂલમાં ભણતા બાળકોની ઉંમર સામાન્ય રીતે ૧રથી ૧પ વર્ષ વચ્ચેની હોય છે.