નવી દિલ્હી, તા.ર૮
શાળાઓમાંથી વધુથી વધુ સંખ્યામાં પ્રતિભાઓ શોધવા માટે ભારતીય સ્કૂલ ખેલ મહાસંઘ (એસજીએફઆઈ)એ દેશભરમાં ર૦ શહેરોમાં ત્રણ દિવસીય ક્રિકેટ ટ્રાયલ આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રાયલ પસંદગીકારોની દેખરેખમાં જુલાઈમાં શરૂ થશે. પસંદગી પામેલા ખેલાડી નેશનલ સ્કૂલ ક્રિકેટ લીગ (એનએસસીએલ)ની પ્રથમ ટુર્નામેન્ટમાં પોતાના શહેરોનું પ્રતિનિધિત્વ કરશે. આ ટ્રાયલમાં ૧રથી ૧૮ વર્ષના ખેલાડી ભાગ લઈ શકશે. એસજીએફઆઈએ દેશભરમાં ક્રિકેટ પ્રતિભાઓ શોધવા માટે ર૦ શહેરો લખનૌ, કાનપુર, આગ્રા, હરિયાણા, હૈદરાબાદ, પૂણે, મુંબઈ, ચંદીગઢ, દિલ્હી, દેહરાદુન, બેંગ્લોર, કોલકાતા, રાંચી, ગૌહાટી, અમદાવાદ, ચેન્નાઈ, નોએડા, ઈન્દોર, વારાણસી અને અલ્હાબાદની પસંદગી કરી છે.