મુંબઈ, તા.ર૮
પૂર્વ ઝડપી બોલર ઝહીરખાનનું માનવું છે કે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ આ વર્ષે રમાનારી પાંચ ટેસ્ટ મેચોની સિરીઝ પહેલાં એક મહિનાનો પ્રેક્ટિસનો સમય ભારતીય ખેલાડીઓ માટે ત્યાંની પરિસ્થિતિ અનુકૂળ સેટ થવા માટે પર્યાપ્ત છે. ભારત જૂનમાં આયરલેન્ડ વિરૂદ્ધ બે ટી-ર૦ મેચ રમ્યા બાદ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે જ્યાં તે તરણથી ૧૭ જુલાઈ દરમ્યાન ત્રણ ટી-ર૦ અને ત્રણ વન-ડે મેચ રમશે.
ત્યારબાદ ભારતીય ટીમ પહેલી ઓગસ્ટથી એઝબેટનમાં રમાનારી પ્રથમ ટેસ્ટની તૈયારીમાં લાગી જશે. ઝહીરે કહ્યું કે પરિસ્થિતિઓથી અનુકૂળ થવા માટે પર્યાપ્ત સમય મળશે. તમને ત્યાંના માહોલમાં સેટ થવાનો ઘણો સમય મળશે.
તેણે અહીંયા પ્રોસ્ટાર અન્ડર-૧૬ લીગ (પશ્ચિમ ક્ષેત્ર)ની ટ્રોફીનું અનાવરણ કરતા કહ્યું કે ઈંગ્લેન્ડનું હવામાન એક જેવું રહેતું નથી. વાદો છવાયેલા દળો રહેવાની સ્થિતિમાં બોલ સ્વિંગ થાય છે. આખરે તમારે બોલર અથવા બેટસમેનના રૂપમાં આ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વિચારસરણી અને યોગ્ય ટેકનિકની જરૂર પડે છે.ભારત તરફથી ૯ર ટેસ્ટ મેચ રમી ચૂકેલા ઝહીરખાને કહ્યું કે ભારત જ્યારે ટેસ્ટ મેચ રમશે. ત્યારે ઈંગ્લેન્ડની પિચ પહેલાંની તુલનામાં થોડી સુકી હશે. કોહલીના કાઉન્ટી ક્રિકેટ રમવા વિશે તેણે કહ્યું કે આ તેનો પર્સનલ નિર્ણય છે. આપણી પાસે જે ટીમ છે. તેમાંના મોટાભાગના ઈંગ્લેન્ડમાં રમી ચૂક્યા છે અને ત્યાંની પરિસ્થિતિથી વાકેફ છે.