(એજન્સી) સના, તા.ર૮
અલ અરબિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારની સાંજે યમનના સાના પર એક અરબ ગઠબંધન હવાઈ હુમલામાં ૩૮ હૌથી આગેવાનો અને સુરક્ષા નિરીક્ષક સહિત અન્યોના મોત નિપજ્યા છે. આ હુમલાએ સનામાં ગૃહ મંત્રાલયની ઈમારતની અંદર કમાન્ડરોની એક બેઠક પર નિશાન તાક્યું હતું, જેને હૌથિસે સંભાળી હતી.
ગત સપ્તાહે એક ગઠબંધન હવાઈ હુમલામાં માર્યા ગયેલા હૌથી મિલિશિયાના બીજા-ઈન-કમાન્ડ, સલીહ અલ સમદના દફન અંગે ચર્ચા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ અરબિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, હૌથી સરકારના નાયબ ગૃહમંત્રી અબ્દુલહાકિમ અલ-ખવાઈવાની કે જેમને અબુ અલ-કરારના નામથી ઓળખવામાં આવે છે, તેમને શુક્રવારના હુમલાના નિશાનમાંથી એક માનવામાં આવે છે. બેઠકમાં હાજર કમાન્ડરોમાં ઉચ્ચ પ્રોફાઈલવાળા હૌથી નેતા હતા, જે અલ-મારૌની અને અબૂ આલાના નામથી ઓળખાતા હતા. હુમલાઓ બાદ, સાક્ષીઓએ કહ્યું કે મિલિશિયાએ એક હુમલો કર્યો હતો અને મંત્રાલય ભવનની નજીક પાડોશમાં યમની સૈનિકો, અધિકારીઓ અને નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.