(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
નરોલી ગામે કેનબોર્ડ કંપનીના કામદારની તિક્ષ્ણ હકિથયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
નરોલી ગામે આવેલી કેનબોર્ડ કંપનીના કામદારને કામદાર આવાસમાં કામદારના ગળા અને માથાના ભાગી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સાથે જ એફએસએલની ટીમે પણ તપાસ શરૂ કરી છે. હાલ હત્યાનું કારણ અકબંધ રહ્યું છે. પરંતુ હત્યારાઓને શોધવા માટે પોલીસે ટીમ બનાવીને વધુ તપાસ શરૂ કરી છે.