(એજન્સી) વુહાન, તા. ૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય ચીનની યાત્રા ભલે અનૌપચારિક રહી છે પરંતુ આ દરમિયાન ચીની પ્રમુખ શી ઝિનપિંગની સાથે મોદીએ ગંગા સફાઇ સહિત અનેક મુદ્દા પર વિસ્તારપૂર્વક વાતચીત કરી છે. જો કે જટિલ ડોકલામ અને સીપીઇસીને લઇને કોઇ ચર્ચા કરવામાં આવી નથી. મોદીની ચીન યાત્રને લઇને વિદેશ સચિવ વિજય ગોખલેએ આજે પત્રકાર પરિષદ યોજીને પુરતી માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતુ કે વાતચીત દરમિયાન ગંગા સફાઇથી લઇને વેપાર સંતુલન સહિત અનેક મુદ્દા પર વાતચીત થઇ હતી. ગોખલેએ કહ્યુ હતુ કે બેટકમાં બન્ને નેતાઓની વચ્ચે સરહદ પર તંગદીલીને ઘટાડી દેવાને લઇને પણ સહમતી થઇ હતી. બન્ને નેતાઓએ કહ્યુ હતુ કે તેઓ પોતાની સેનાને સ્ટ્રેટેજિનક ગાઇડેન્સ આપશે. પત્રકારો સાથે વાતચીત કરતા વિદેશ મંત્રાલયના સચિવ ગોખલેએ કહ્યુ હતુ કે આ ગાળા દરમિયાન ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અને ડોકલામ મામલે સીધી રીતે કોઇ વાતચીત થઇ ન હતી. તમામ લોકો જાણે છે કે ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ બની રહેલા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો એક હિસ્સો ભારતના જમ્મુ કાશ્મીર રાજ્યના પાકિસ્તાન કબજા હેઠળના વિસ્તારમાંથી પસાર થાય છે. આને લઇને ભારતને વાંધો છે.
શુક્રવારના દિવસે બન્ને નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં શાંતિપૂર્ણ, સ્થિર અને સારા આર્થિક સંબંધજાળવી રાખવાના મુદ્દા પર વાતચીત થઇ હતી. આ ગાળા દરમિયાન દ્ધિપક્ષીય અને વૈશ્વિક સંબંધ સાથે જોડાયેલા વિષયો પર પણ વાતચીત થઇ હતી. બન્ને નેતાઓએ કબુલાત કરી હતી કે ભારત અને ચીનમાં દુનિયાની ૪૦ ટકા વસ્તી રહે છે. આવી સ્થિતીમાં બન્ને દેશો સાથે મળીને ચાલે તે જરૂરી છે. ઝિનપિંગ અને મોદીએ સેનાઓની વચ્ચે વધારે સારા સંવાદની જરૂરિયાત પર ભારે મુક્યો હતો. વિદેશ સચિવ ગોખલેએ કહ્યુ હતુ કે બન્ને દેશો વચ્ચે કેટલાક એવા ક્ષેત્રો શોધી કાઢવાના પ્રયાસ થઇ રહ્યા છે જેમાં બન્ને દેશો સાથે મળીને આગળ વધી શકે છે. બન્ને દેશો પોતાના વિવાદોને પારસ્પિક વાતચીત મારફતે ઉકેલી લેવા સક્ષણ છે. સરહદના પ્રશ્ને ભારત અને ચીન નક્કરપણે માને છે કે આ વિવાદને શાતિપર્ણ રીતે ઉકેલી શકાય છે. બન્ને નેતાઓની બેઠકમાં વેપાર સંતુલનના મામલે પણ ખાસ વાત થઇ હતી. બન્ને દેશો વચ્ચે કલ્ચરલ અને પીપલ ટુ પીપલ રિલેશનને મજબુત કરવા પર વાત થઇ હતી. વિજય ગોખલેએ કહ્યુ હતુ કે આ બેઠકમાં આધ્યાત્મક, ટેકનોલોજી, ટ્રેડ, મનોરંજન જેવા ક્ષેત્રોમાં સહકાર વધારી દેવાના મામલે પણ વાતચીત થઇ હતી. ચીની પ્રમુખે કહ્યુ હતુ કે ચીનમાં વધુને વધુ ભારતીય ફિલ્મો આવે તેવી અમારી ઇચ્છા છે. ચીની પ્રમુખ પોતે અનેક હિન્દી ફિલ્મો નિહાળી ચુક્યા છે. રમતગમતના ક્ષેત્રમાં મોદીએ ચીનની પ્રશંસા કરતા કહ્યુ હતુ કે તેના દેખાવથી અમે પ્રભાવિત છીએ.
બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ માટે ભારત પર કોઇ દબાણ નથી : ચીન
(એજન્સી) વુહાન, તા. ૨૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીનની ઐતિહાસિક યાત્રા પરિપૂર્ણ થઈ ચુકી છે. ચીનની યાત્રા પૂર્ણ થયા બાદ સંબંધોમાં મજબૂતી દેખાઈ રહી છે. આના સંકેત પણ મળી ગયા છે. આજે ચીનના વિદેશ મંત્રી કાન્ગ શાયન્યૂ એ કહ્યું છે કે ચીન બેલ્ટ એન્ડ રોડ માટે ભારત ઉપર કોઈપણ દબાણ લાવશે નહીં. ભારત તેમના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટને સ્વીકાર કરે છે કે કેમ તેનાથી કોઈ અસર થનાર નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત પર આ પ્રોજેક્ટને લઈને કોઈ પણ દબાણ લાવવામાં આવશે નહીં. કાન્ગે કહ્યું હતું કે બંને નેતાઓ માને છે કે ભારત અને ચીન પડોશી મિત્રો અને પાર્ટનરો છે. બંને પક્ષો તમામ મામલામાં સહકાર વધારવા, અસહમતીને દુર કરવા, ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા પર સાથે મળીને કામ કરશે. ભારત અને ચીનના અધિકારીઓ વચ્ચે અનૌપચારિક બેઠક બાદ કાન્ગે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ પર વાતચીત કરવામાં આવી ચુકી છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભારતે તિબેટને લઈને પણ પોતાનું સત્તાવાર નિવેદન બદલ્યું નથી. ચીન તિબેટને પોતાના હિસ્સે તરીકે ગણે છે.