Site icon Gujarat Today

પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખનું રાજીનામું : રાજકીયક્ષેત્રે હડકંપ

પાટણ,તા.ર૮
પાટણ નગરપાલિકાના મહિલા પ્રમુખે સત્તાધારી પક્ષનાં જ સભ્યોની દખલગીરીથી કંટાળી પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા પાટણના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. પાલિકા પ્રમુખના આ રાજીનામાના પગલે રાજકીય ક્ષેત્રે ભારે હડકંપ મચી છે.
પાટણ નગરપાલિકાના પ્રમુખ અલકાબેન જે.પટેલે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને લખેલા પોતાના રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે તેઓ છેલ્લા એક વર્ષ ઉપરાંતથી પાટણ નગરપાલિકાના પ્રમુખપદની જવાબદારી અદા કરી રહ્યા છે. પરંતુ છેલ્લા છ એક મહિનાથી નગરપાલિકાના સત્તાધારી કોંગ્રેસ પક્ષના જ કેટલાક સભ્યો દ્વારા તેઓને અવારનવાર નિયમ તથા કાયદા વિરૂદ્ધ કામ કરવા બાણ કરવામાં આવી રહ્યું છે અને જો અમો સત્તાધારી પક્ષના જ સભ્યો કહે તેમ ન કરીએ તો ભ્રષ્ટાચારના ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ચૂંટાયેલા કોર્પોરેટરો પૈકી કેટલાકને અરસપરસ એકબીજા ઉપર વિશ્વાસ રહ્યો નથી. આ અવિશ્વાસના વાતાવરણનો ભોગ બની આવી વિષમ પરિસ્થિતિમાં પ્રમુખ તરીકેની કામગીરી કરી શકીએ તેમ નથી. આજે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કર્મચારીઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે બનેલ બનાવથી કર્મચારી અને નગપાલિકાના સભ્યો વચ્ચે પણ અવિશ્વાસનું વાતાવરણ ઉભુ થયું છે. આવા વાતાવરણમાં પ્રમુખ તરીકે બંને સમતુલન રાખી કામ કરવું શક્ય નથી. જેના કારણે પાલિકાના પ્રમુખ પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપુ છું.

Exit mobile version