(એજન્સી) બેંગલુરૂ, તા.ર
કર્ણાટકની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ અમિત શાહ વીજળીવેગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તે દરમ્યાન તેમના હિન્દીમાં ભાષણને કન્નડમાં ભાષાંતર કરવાની ઘટના મોટી મુસીબત બની ગઈ છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન અમિત શાહ સાથે એક પછી એક ઘટનાઓ બની રહી છે. થોડાક દિવસો પહેલા અમિત શાહની ભાષણ દરમ્યાન જીભ લપસતાં તેમજ અનુવાદકે ભૂલ કરતા અમિતશાહનું પ્રવચન મજાક બની ગયું હતું. અમિત શાહે ૧ મેના રોજ ચીકમંગલૂર અને શ્રૃંગેરીમાં બે ચૂંટણી સભાઓ સંબોધી હતી. જ્યાં અનુવાદકોના કારણે અમિત શાહને શરમ અનુભવવી પડી હતી. જ્યાં અમિત શાહ શું બોલી રહ્યા હતા અને અનુવાદક શું અનુવાદક કરી રહ્યો હતો. બંને વચ્ચે તાલમેલનો અભાવ હતો. ભાષણ દરમ્યાન અમિત શાહ નારાજ જોવા મળ્યા. હાજર લોકોએ પણ મજાક ઉડાવી. માઈક્રો ફોન પણ ઘણી વાર બંધ થઈ ગયું. અમિત શાહ મંગળવારે શ્રૃંગેરી ગયા જ્યાં આદિશંકરાચાર્યના મઠની મુલાકાત લીધી અને સંતોના આશીર્વાદ લીધા. અમિત શાહે સિદ્ધારમૈયા સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ મૂકવાના બદલે ભૂલથી યેદિયુરપ્પાને ભ્રષ્ટાચારમાં નંબર વન બતાવ્યા. જેથી શાહને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડ્યું. અમિત શાહે એવું કહ્યું કે સુપ્રીમના એક પૂર્વ જજે કહ્યું હતું કે ભ્રષ્ટાચાર માટે સ્પર્ધા કરાય તો યેદિયુરપ્પાનું નામ જબાન પર આવી ગયું. ત્યાં યેદિયુરપ્પા પણ હાજર હતા. જ્યાં અમિત શાહને ભૂલ અંગે ટકોર કરાતા પુનઃ સિદ્ધારમૈયાને ભ્રષ્ટાચારી ગણાવ્યા. મોદી દેશને બરબાદ કરશે. હવનગીરીમાં અમિતશાહે રેલીમાં કહ્યું કે તમે મોદીને મત આપો કર્ણાટકને નંબર વન રાજ્ય બનાવીશું. પરંતુ અનુવાદક સાંસદ પ્રહલાદ જોષીએ ખોટો અનુવાદ કર્યો અને કહ્યું કે મોદીએ પછાત દલિત, ગરીબ માટે કંઈ જ કર્યું નથી. કન્નડમાં અનુવાદમાં ચૂક થતા ભાષણ હાસ્યાસ્પદ બન્યું. તેવી રીતે યોગીની હુબલી રેલીમાં પણ આખો ફિયાસ્કો થયો હતો. ગૃહમંત્રી રાજનાથની રેલીમાં પણ લોકો હિન્દી સમજી શક્યા ન હતા.