બાવળા, તા.ર
શહેરમાં વધી રહેલા નશીલી દવાઓના દૂષણને ડામવા સખત કાર્યવાહી હાથ ધરી વિશેષ સેલની રચના થાય તે માટે બાવળા સર્વ ધર્મ એક્તા સમિતિના સભ્યો ઇરછી રહ્યા છે શહેર અને તાલુકામાં બસ સ્ટેશન અને તેની આસપાસ ખુલ્લા મેદાનો અને અવાવરૂં સ્થળોએ નશીલી દવાઓનું વેપલાનું દૂષણ વકરી રહ્યું છે. ગુજરાતમાં દારૂ- પર પ્રતિબંધનો કડક અમલ થતાં હવે યુવાધન ડ્રગ્સ, ચરસ બાદ હવે નશીલી દવાના રવાડે ચઢી રહ્યું છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસે મેડિકલ સ્ટોરમાં, આઇસ્ક્રીમ પાર્લર દરોડા પાડ્યા હતા. જેમાં દુકાનમાંથી નશીલી દવા-સીરપ પકડીને દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મેડિકલ દુકાનોમાં દરોડા પાડતાં આ પ્રમાણે ગેરકાયદ નશીલી દવા વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અમદાવાદ જિલ્લાના બાવળા, ધોળકા, સાણંદ, શહેર અને તાલુકાના ગામડામાં માં યુવાધન નશીલી દવાના રવાડે ચઢી રહ્યું છે. જેમાં નશો કરવામાં ઉપયોગમાં લેવાતી ગોળીઓ તથા કફ સીરપ જેમાં ખાસ કરીને એક કફ સીરપ પોલીસ તપાસમાં દવાની દુકાનવાળા બિલ વગર વેચતા હતા ઉપરાંત ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વગર વેચતા હોવાનું બહાર આવ્યું છે.
અમુક દવાએ જીવન પણ બચાવી શકે. પણ જ્યારે એનો ખોટી રીતે ઉપયોગ થાય, ત્યારે એ નશીલા ડ્રગ્સ જેવું નુકસાન કરી શકે છે. જેમ કે, ઘેન ખંખેરીને જ્ઞાનતંતુઓ ઉત્તેજિત કરવા ડૉક્ટરે લખી આપેલી અમુક દવાનો (સ્ટીમ્યુલન્ટનો) દુરૂપયોગ કરવાથી હાર્ટફેઇલ થઈ શકે કે તાણ-આંચકી આવી શકે. અમુક બીજી દવાઓથી વ્યક્તિના શ્વાસનો દર ધીમો પડી શકે અને આખરે મોત આવી શકે. અમુક એવી દવાઓ હોય છે, જે બીજી દવાઓ સાથે લેવાથી કે દારૂ સાથે લેવાથી ઘણું નુકસાન કરી શકે. છે ‘ટેન્શન ઓછું કરવાની ગોળી, ઊંઘવાની અને દુઃખાવાની’ દવાઓના દુરૂપયોગનું એક જોખમ એ પણ છે કે વ્યક્તિ એની લતે ચડી જઈ શકે. જ્યારે વધારે પડતી દવાઓ લેવાય કે ખોટા કારણે લેવાય ત્યારે અમુક દવાઓની અસર નશીલા ડ્રગ જેવી થાય છે. એ દવાઓની અસર તરત જ મગજ પર પડે છે અને વ્યક્તિને નશો ચડે છે. વ્યક્તિને એની એવી આદત પડી જઈ શકે કે એના વિના ચાલે જ નહિ. ટેન્શનમાંથી બચવા કે મજા માટે લોકો એવી દવાઓનો દુરૂપયોગ કરતા હોઈ શકે. પણ એ તો જીવનમાં વધારે મુશ્કેલીઓ ઊભી કરે છે. એનાથી સ્ટ્રેસ અને ડિપ્રેશન વધી જઈ શકે, તબિયત બગડે, રોજના કામકાજમાં તકલીફ પડે કે એના બંધાણી થઈ જવાય. અથવા તો એ આ બધીય તકલીફો ઊભી કરી શકે. એનો ભોગ બનેલાને ઘરમાં, સ્કૂલમાં કે ધંધા રોજગાર પર મુશ્કેલીઓનો પાર નથી રહેતો. તો પછી ડૉક્ટરે લખી આપેલી દવાઓનો સારો ઉપયોગ કરીએ છીએ કે નહિ એ કઈ રીતે નક્કી કરી શકાય ? હાલ બાવળા તાલુકાના રાજવાળા ગામે બાવળના ઝાડ પર મોટા જથ્થામાં ખાલી બોટલો લટકાવેલી આપ તસ્વીરમાં જોઈ શકો છો. જ્યારે ચીયાડાથી બાલપરા માર્ગ પર મોટા પ્રમાણમાં ખાલી બોટલો જોવા મળે છે.