(એજન્સી) નવી દિલ્હી, તા.ર
વરિષ્ઠ વકીલ અને ભારતના પૂર્વ સોલિસિટર જનરલ ઈન્દીરા જયસિંગે કહ્યું કે સુપ્રીમકોર્ટે લોયા કેસ સંદર્ભે તપાસનો આદેશ નહીં આપતાં એક દિવસે પોતાના શબ્દોને પાછા ખેંચશે જે રીતે એમણે યુનિયન કાર્બાઈડ કેસમાં કર્યું હતું. જયસિંગે સુપ્રીમકોર્ટે આપેલ ચુકાદા બાબતે ટિપ્પણી કરતાં કહ્યું હતું. સુપ્રીમકોર્ટે તપાસની માગણી કરતી બધી અરજીઓ રદ કરી હતી. જજ લોયાનું મૃત્યુ ડિસેમ્બર ર૦૧૪ના વર્ષમાં થયું હતું જે વખતે એ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા જેમાં અમિત શાહ આરોપી તરીકે હતા. જજ લોયાના મૃત્યુ પછી એમના કુટુંબીજનોએ આક્ષેપો કર્યા હતા કે જજ લોયાનું મૃત્યુ આકસ્મિક ન હતું. જેથી આ બાબત તપાસ થવી જોઈએ. સુપ્રીમકોર્ટે આ બાબતે દાખલ થયેલ અરજીઓની ત્રણ મહિના સુધી સુનાવણી કર્યા પછી ચુકાદો આપ્યો હતો કે જજ લોયાનું મૃત્યુ કુદરતી હતું જેથી તપાસ કરાવવાની કોઈ જરૂર નથી. સુપ્રીમકોર્ટ આના માટે બોમ્બે હાઈકોર્ટના ચાર જજોના નિવેદનોનો આધાર લીધો જે જજ લોયાના મૃત્યુ વખતે એમની સાથે હતા. કોચીમાં એક કાર્યક્રમમાં જયસિંઘે કહ્યું કે સુપ્રીમકોર્ટ જજ લોયાના મૃત્યુ અંગે અંતિમ નિર્ણય કરવા સક્ષમ ન હતી કે લોયાનું મૃત્યુ કુદરતી રીતે થયું હતું. દસ્તાવેજો અને પુરાવાઓની ઉલટ તપાસ કર્યા પછી સ્વીકારી શકાયા હોત. કોર્ટે પોતાનો ચુકાદો યોગ્ય રીતે બધા પ્રશ્નોનો અભ્યાસ કરી આપ્યો ન હતો.