અમદાવાદ,તા.૩
સમગ્ર રાજયમાં આકરા તાપ અને બફારાને પરિણામે લોકોને અતિશય ગરમીને અનુભવ થઈ રહ્યો છે. ગરમીને લીધે જનજીવન પર માઠી અસર પડી છે. ગરમીને કારણે રાજયમાં અનેક સ્થળોએ પક્ષીઓના મોત થયાના અહેવાલો સાંપડયા છે. સતત એક સપ્તાહથી ગરમીને પારો ૪૩થી ૪૪ ડિગ્રીની નજીક રહે છે જેને લઈને લોકો તોબા પોકારી ઉઠયા છે. જો કે ગઈકાલે ૪૪ ડિગ્રી તાપમાનની સરખામણીમાં આજે તાપમાનમાં ૧થી ર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. જો કે છેલ્લા પાંચ દિવસથી અમદાવાદ સહિત કેટલાક સ્થળોએ યલો એલર્ટની ચેતવણી જારી કરવામાં આવી છે ત્યારે સોશિયલ મીડિયામાં અમદાવાદમાં રેડ એલર્ટની અફવાની લોકોના જીવ અધ્ધરતાલ થયા હતા જો કે હવામાન વિભાગે વાયરલ થયેલા આવા મેસેજને અફવા ગણાવી હતી. આજે રાજયમાં ૪૩.૩ ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમી સ્થળ રહ્યું હતું. જયારે ભાવનગરમાં ૪૩.૧ ગાંધીનગર અને રાજકોટમાં ૪ર.૦, અમદાવાદમાં ૪૧.૧, આણંદમાં ૪૦.૭, વડોદરામાં ૪૦.૬, અમરેલીમાં ૪૦.૬, કંડલામાં ૪૦.પ અને ડીસામાં ૪૦.૦ ડિગ્રી જેટલુ તાપમાન નોંધાયું હતું. જયારે ગરમીને કારણે લૂ લાગવાના બનાવોમાં મોટો વધારો થયો છે. ત્યારે આવનાર દિવસો વધુ ગરમીના હશે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
સુરેન્દ્રનગર ૪૩.૩
ભાવનગર ૪૩.૧
ગાંધીનગર ૪ર.૦
રાજકોટ ૪ર.૦
અમદાવાદ ૪૧.૧
આણંદ ૪૦.૭
વડોદરા ૪૦.૬
અમરેલી ૪૦.૬
કંડલા ૪૦.પ
ડીસા ૪૦.૦