Site icon Gujarat Today

વિદ્યાર્થીઓનું અહિત કરનારા સભ્યો રાજીનામુ આપે : એબીવીપી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વસિટીની સિન્ડીકેટ સભાને બાનમાં લઈ વિદ્યાર્થીઓનું અહિત કરનારા સભ્યોનું રાજીનામું એબીવીપીએ માંગ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તા.૨-૫-૨૦૧૮ના રોજ યોજાયેલી સિન્ડીકેટની બેઠકમાં વિદ્યાર્થી હિતના તેમજ શિક્ષણને લાગતા ઘણાં નિર્ણયો લેવાના હતા. જેનો અમલીકરણ શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં કરવામાં આવવાના હતા. પરંતુ અમુક સિન્ડીકેટ મેમ્બરો સિન્ડીકેટની સભા બાનમાં લઈ પોતાના વ્યક્તિગત અહમોને આગળ ધરી અને વિદ્યાર્થી હિતના તેમજ શૈક્ષણિક નિર્ણયોને રોકવામાં આવ્યા હતા. આ ઘટનાથી વિદ્યાર્થી તેમજ શિક્ષણ જગતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને આવા સિન્ડીકેટ મેમ્બરોએ જો પોતાના અહમને આગળ કરીને કામ કરવુ હોય અને શિક્ષણ તથા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં ન રાખવુ હોય તો તેમને સિન્ડીકેટ મેમ્બર રહેવાનો કોઈ હક્ક નથી.
આમ એબીવીપી માંગ કરે છે કે વિદ્યાર્થી હિત તથા શૈક્ષણિક કાર્યને રોકનાર સિન્ડીકેટ મેમ્બરોએ તાત્કાલિક ધોરણે રાજીનામું મુકી દેવું જાઈએ અને વિદ્યાર્થી હિત માટે કામ કરી શકે તેવા સિન્ડીકેટ મેમ્બરો માટે જગ્યા ખાલી કરી દેવી જાઈએ અને આવું નહીં કરવામાં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરનાર હોવાનું જાણવા મળે છે.

Exit mobile version