(એજન્સી) તા.૩
કોંગ્રેસની સોશિયલ મીડિયા સંભાળનાર દિવ્યા સ્પંદના (રામ્યા)ને લઈ મધુ કિશ્વરે અશોભનીય અને અણછાજતી ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયા ઉપર ટ્રોલ થઈ રહી છે. મધુએ રિપબ્લિકન ટીવીનો એક સમાચાર ટાંકી દિવ્યા અને રાહુલ ગાંધીને સંબોધને શરમજનક ટિ્વટ લખ્યું હતું. જેના ફળસ્વરૂપે સોશિયલ મીડિયામાં એ ટ્રોલ થઈ. લોકોએ એની ટિ્વટને શરમજનક ઠરાવી એમને એક મહિલા હોવાને નાતે શરમ કરવાની સલાહ આપી છે.
હાલમાં જ રિપબ્લિકન ટીવીએ જણાવ્યું હતું કે દિવ્યા વિજય માલ્યાની ખૂબ જ નજીક રહી ચૂકી હતી. જે કિંગફિશર બંધ થયા પહેલાં એમની સાથે કામ કરતી હતી. એ પણ લખાયું હતું કે જ્યારે વિજય માલ્યા આઈપીએલની ટીમ આરસીબીના માલિક હતા જેને વખતે દિવ્યા એની બ્રાન્ડ એમ્બેસેડર હતી.
એ સાથે એવું પણ કહેવાયું હતું કે, ર૦૧૦ના વર્ષમાં માલ્યાએ દિવ્યાને રજાઓ માળવા હોગકોંગના પ્રવાસનો ખર્ચ પણ કર્યો હતો.
રિપબ્લિક ટીવીના રિપોર્ટ સામે દિવ્યાએ જવાબ આપતા લખ્યું હું તે વખતે કેટરીના અને દિપિકાની સાથે બ્રાન્ડ એમ્બેસેડર હતી. એથી શું થઈ ગયું. હું પોતાના પ્રવાસનો ખર્ચ પોતે કરી શકું છું, અને મિ. અર્નબ જો તમને ભાજપ સાથ નહીં આપે તો તમારા પ્રવાસનો પણ ખર્ચ કરી શકું છું.
મધુએ રિપબ્લિકન ટીવીના સમાચાર સાથે પોતાની ટિપ્પણી જોડી લખ્યું હતું. દિવ્યા આરસીબીની એમ્બેસેડર હતી. અને અમે બધા જાણીએ છીએ કે વિજય માલ્યા મહિલાઓ સાથે કેવું વર્તન કરે છે. એના જરાય આશ્ચર્ય નથી કે એ કોંગ્રેસમાં આટલી ઝડપથી કેવી રીતે આગળ વધી ગઈ છે. એની આગળ રાહુલ ગાંધી અને દિવ્યાને લઈ અશોભનીય અને અણછાજતું લખ્યું છે. એમણે લખ્યું છે કે આથી પુરવાર થાય છે કે રાહુલના વિચારો પણ મહિલાઓની બાબત વિજય માલ્યા જેવા જ છે. મધુ કિશ્વર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક છે. એમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એમની સોશ્યલ મીડિયાની અધ્યક્ષા દિવ્યા સ્પંદના, જે રામ્યાના નામથી પણ ઓળખાય છે. એમને લઈ વાંધાજનક અને અણછાજતી ટિપ્પણીઓ કરી છે. રિપબ્લિક ટીવીના એક સમાચારને ટાંકીને તેમણે લખ્યું છે રાહુલ-માલ્યા સંબંધો : સ્પંદના આરસીબીની એમ્બેસેડર હતી. અને અમે બધા જાણીએ છીએ કે માલ્યા મહિલાઓ બાબત કેવા વિચારો ધરાવતા હતા. એમાં કોઈ આશ્ચર્ય નથી કે દિવ્યા કોંગ્રેસમાં આટલી ઝડપથી કેવી રીતે આગળ વધી છે. રાહુલ ગાંધીએ પૂરવાર કર્યું છે કે એમની પસંદગી અને વિચારો માલ્યા જેવા છે.