(એજન્સી) તહેરાન, તા.૩
પશ્ચિમી કોગિલુયે અને બોયર-અહમદ વિસ્તારમાં આવેલા જોરદાર ભૂકંપમાં ૧૦૫ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૫.૨ નોંધાઈ છે. તો પ્રાપ્ત વિગતો અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૩.૮૩૪ ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને ૫૧.૫૫૯ ડિગ્રી પૂર્વ દેશાંતરમાં ૮ કિ.મી.ની ઊંડાઈએ નોંધાયો છે. તો ભૂકંપના પગલે લોકો રોડ રસ્તા પર ઉતરી આવ્યા હતા. જો કે, આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો બોયર-અહમદ કાઉંટીના ગર્વનર શાહરોખ કેનારીનું કહેવું છે કે, પાણીની મુખ્ય પાઈપલાઈને નુકસાન થતાં માડવન શહેરમાં પાણીનું સપ્લાઈ બંધ થયું છે. ભૂકંપના ઝટકા બાદ લોકો ડરીને રસ્તા પર ઉતરી આવ્યા. રોડ પર વાત કરી રહેલા લોકો ઘરોની અંદર રહેલા લોકોને બહાર આવવાની કહેતા નજરે આવ્યા. અત્યાર સુધી કોઇ રીતે મોટી દુર્ઘટના સર્જાઇ નથી, પરંતુ રહેણાક વિસ્તારોમાં આંશિક નુકશાન પહોંચ્યું છે. ડેના અને સિસાક્ત ક્ષેત્રોમાં સંચાર અને વીજળી સેવા ઠપ થઇ છે. બોયર-અહમદ કાઉન્ટીના ગવર્નર શાહરોખ કેનારીનું કહેવું છે કે, પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ થવાથી માડવન શહેરમાં પીવાના પાણીની સપ્લાઇ બંધ થઇ ગઇ છે.