(એજન્સી) મલપ્પુરમ, તા.૪
આરએસએસના સભ્યો દ્વારા કથિર રીતે મલપ્પુરમમાં મલયાલમ અખબાર માટે કામ કરતા ફોટોગ્રાફર તથા રિપોર્ટર પર ગુરૂવારે સવારે હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે ચંદ્રિકા ડેઇલી સાથે કામ કરતા ફોટોગ્રાફર ફુઆદને સામાન્ય ઇજાઓ થઇ હતી. બીજી તરફ રિપોર્ટર શાહબાઝ અમાનને કોઇ પણ ઇજાઓ નહોતી થઇ. આરએસએસના સભ્યો મલપ્પુરમના અખબારની ઓફિસમાં ઘુસી ગયા હતા અને તેમના પર હુમલો કર્યો હતો.શાહબાઝે જણાવ્યું હતું કે, તે અને ફુઆદ આરએસએસના સભ્યો દ્વારા રેલી દરમિયાન એક બાઇક સવારની હેરાનગતિ કરી રહ્યા હતા તેનો કવરેજ કરતા હતા જ્યાં ૨૦૦થી વધુ આરએસએસના સભ્યો એક રેલીમાં ભાગ લઇ રહ્યા હતા. શાહબાઝે કહ્યું કે, અમે પ્રેસ ક્લબ બહાર હતા માંજેરી રોડ પર આવેલી રેલીને જોઇ રહ્યા હતા. આ સમયે એક બાઇકસવાર દેખાવકારોના જૂથ પાસેથી પસાર થઇ રહ્યો હતો જ્યારે તેનું બાઇક પડી ગયું ત્યારે બંને વચ્ચે ગાળા ગાળી થઇ અને બાદમાં બાઇકસવારને માર મરાતો હતો તે દૃશ્યને શાહબાઝ અને ફોટોગ્રાફર ફુઆદ કેદ કરી રહ્યા હતા જેના કારણે કેટલાક દેખાવકારો ગુસ્સે ભરાયા હતા. તેઓ તરત જ પ્રેસ ક્લબમાં પરત આવી ગયા હતા જોકે, દેખાવકારોએ ફુઆદના ફોન અને કેમેરાને તોડી નાખ્યો હતો અને તેને માર માર્યો હતો. તેઓએ પ્રેસક્લબની કેટલીક ખુરશીઓ પણ તોડી નાખી હતી.