અમરેલી, તા.૪
સાવરકુંડલામાં રહેતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા પતિ અવારનવાર તેડવા જતા પત્નીએ તથા સાસુ સસરા સહિત ૪ શખ્સોએ ૨ લાખ પત્નીના બેન્ક ખાતામાં મુકાવી દેવાનું કહી અને મકાન તેમજ દાગીના આપશો તોજ આવીશ તેવું જણાવતા પતિ પત્ની અને પુત્ર વગર રહી શકતો ના હોઈ જેથી કંટાળી ઝેરી દવા પી જઈ આપઘાત કરી લેતા મૃતક યુવાનના પિતાએ તેની પુત્રવધુ અને તેના માતાપિતા સહિત ૪ શખ્સો સામે તેના પુત્રને મરવા મજબુર કર્યાની સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ કરેલ હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર સાવરકુંડલામાં ખાદીકાર્યલય પાછળ રહેતો પ્રકાશ રસિકભાઈ રાઠોડ નામના શખ્સના લગ્ન પાંચ વર્ષ પેહલા મહુવા તાલુકાના મોલડી ગામે રહેતા કાનજીભાઈ ગિગીંભાઈ વેગડાની પુત્રી શિલ્પા સાથે થયા હતા. અને થોડાક સમયથી પ્રકાશની પત્ની રિસામણે ચાલી ગયેલ હોઈ અને વારંવાર પ્રકાશ તેના માવતરે તેડવા જતો પરંતુ તેના માવતર મોકલતા તેના સસરાના સાઢુભાઈ પ્રેમજીભાઈ ડાયાભાઇ રાઠોડને મળતા તેણે જાણવેલ કે તું તારી પત્ની શિલ્પાના બેંક ખાતામાં ૨ લાખ નાખી દે અને મકાન તેમજ દાગીના તેને આપી દે તોજ આવશે તેમ કેહતા પ્રકાશ તેની પત્નીને લેવા મોલડી ગામે ગયેલ ત્યારે પત્નીએ અને તેના સાસરા કાનજીભાઈ અને તેના સાસુ કાંતાબેન ઉર્ફે મંજુબેને કહેલકે તું શિલ્પાના ખાતામાં ૨ લાખ અને મકાન અને દાગીના તેના નામે કરી આપ તોજ શિલ્પા આવશે તેમ કહેતા પ્રકાશ ત્યાંથી નીકળી ગયેલ અને રસ્તામાં અમરતુવેલ ગામે આવી ઝેરી દવા પી ગટગટાડી હતી. તેને સારવારમાં અમરેલી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેનું મોત થયેલ હતું. આ અંગે મૃતકના પિતા રસિકભાઇએ તેના પુત્રને મારવા મજબુર કરનાર તેની પત્ની શિલ્પા અને તેના સસરા કાનજીભાઈ અને સાસુ મંજુબેન અને પ્રેમજીભાઈ રાઠોડ સામે સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ.