(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૪
આણંદ શહેરમાં સલાટીયા ફાટક પાસે મરીયમ પાર્ક સોસાયટીમાં રહેતાં સબાનાબેન આરીફભાઈ મલેક ઉ.વ.૩૪નાએ કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેઓને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જે બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરમાં વઘાસી ફાટક પાસે આવેલ આકાશપાર્ક સોસાયટીમાં રહેતાં કાજલબેન અરવીંદભાઈ ઉ.વ.ર૬નાંએ ગતરાત્રીના આઠ વાગ્યાના સુમારે કોઈ અગમ્યકારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં તેમના પરિવારજનોએ તેણીને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં લઈ જતાં હોસ્પિટલના તબીબોએ તેણીને તપાસીને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે હોસ્પિટલના તબીબે આણંદ ટાઉન પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અપમૃત્યુની નોંધ કરી મૃતક યુવતીના મૃતદેહનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પોસ્ટપોર્ટમ કરાવ્યાં બાદ મૃતદેહ તેણીના પરિવારજનોને સુપ્રત કર્યો હતો.