નવી દિલ્હી, તા.૪
કોમનવેલ્થ ગેમ્સના રજતચંદ્રક વિજેતા શટલર કિદામ્બી શ્રીકાંતે આંધ્રપ્રદેશના પોતાના ગુહનગર ગુંટુરમાં ડેપ્યુટી કલેક્ટરનો પદભાર સંભાળી લીધો છે. રપ વર્ષીય શ્રીકાંતે ગુંટુર જિલ્લાના કલેક્ટર કોના શશીધરને પોતાનો નિયુક્તિ પત્ર આપ્યો અને સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો. જૂન ર૦૧૭માં ઈન્ડોનેશિયા ઓપન સિરીઝ જીત્યા બાદ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તેને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું જે તેમણે પૂરું કર્યું. શ્રીકાંતે આના માટે નાયડુ અને કોચ પુલેલા ગોપીચંદનો આભાર વ્યક્ત કર્યો. શ્રીકાંતના પિતા કેવીએસ કૃષ્ણા માટે તેમના જન્મસ્થળે જ ડેપ્યુટી કલેક્ટર બનતા જોવો ગૌરવની ક્ષણ હતી.