તા.૪
લિવરપુલના ફોરવર્ડ મોહમ્મદ સાલહ, રોબર્ટો ફરમિનો અને સાદીઓ માને ચેમ્પિયન્સ લીગના ઈતિહાસમાં હાઈએસ્ટ ગોલ કરનારી ત્રિપુટી બની ગઈ છે. રોમા વિરૂદ્ધ ચેમ્પિયન્સ લીગની સેમિફાઈનલમાં નવમી મિનિટમાં નૈનગોલાનની ભૂલના કારણે સાદીઓ માનેએ ગોલ કરી લિવરપુલને લીડ અપાવી ને તે રિયલ મેડ્રિડના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કરીમ બેન્જામીન અને ગૈરેથ બેલથી આગળ નીકળી ગયો.
આ સિઝનમાં આ ત્રણેયએ ર૯ ગોલ કર્યા છે અને તેઓ ર૦૧૩-૧૪માં રિયલના ટોચના ત્રણ દ્વારા કરાયેલા ર૮ ગોલના રેકોર્ડને તોડી નાંખ્યો છે. સાલાહ અને રોબર્ટોએ ૧૦-૧૦ ગોલ કર્યા છે જ્યારે માનેએ નવ ગોલ કર્યા છે. ચાર સિઝન પહેલાં રોનાલ્ડોએ ૧૭ ગોલ કર્યા હતા જ્યારે બાલે અને બેન્જામિને ક્રમશઃ ૬ અને પાંચ ગોલ કર્યા હતા. લિવરપુલે આ સિઝનમાં ૪૦ ગોલ કર્યા છે આવું કરનારી તે ત્રીજી ટીમ બની છે.