(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૪
ધોળકાનાં પ્રાંત અધિકારી ધવલ જાનીએ ધોળકા કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારના તમામ પરવાનાઓ કે જે પરવાનેદારે પરવાનો મેળવેથી ર૦ વર્ષથી વધુ સમય થઈ ગયો હોય, જેની ઉંમર ૬૦ વર્ષથી વધુ હોય તેવા પરવાનેદારના પરવાના તેમજ પરવાનો મેળવ્યા સમયે પાકરક્ષણ હથિયાર પરવાનાની જરૂરિયાત હોય પરંતુ હાલ આવી જરૂરિયાતો ન હોય તેવા પરવાનાઓ અંગે સમીક્ષા કરી રદ કરવા પાત્ર પરવાનો રદ કરવાની સૂચના અન્વયે જે પરવાનેદારને પરવાનો તા.૩૧-૧ર-૧૭ના રોજ મુદત પૂર્ણ થઈ ગયેલ હોય અને આવા પરવાના અત્રેની કચેરીમાં રીન્યુ કરવા રજૂ થયેથી અત્રેથી સંબંધિત પરવાનેદારને નોટિસો કાઢી પરવાનેદારની રૂબરૂ ચકાસણી કરવામાં આવેલ અને ઉક્ત ત્રણ મુદ્દે સમીક્ષા કરી હતી. જેમાં પ્રથમ તબક્કામાં કુલ-૧૭ પરવાનેદારના પાક રક્ષણ હથિયાર પરવાના રદ કરવાના હુકમો કરવામાં આવેલ છે. તેમજ સરકારની ઉક્ત સૂચના અનુસાર અત્રેના કાર્યક્ષેત્ર તળેના તમામ પરવાનેદારની સમીક્ષા કરવા સારૂ અત્રેથી પોલીસ ખાતાને જરૂરી સૂચના અપાયેલ છે. પોલીસ ખાતા તરફથી અહેવાલ મળ્યેથી હજી પણ પરવાના રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.