(એજન્સી) તા.૪
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે જ્યારે ભાજપ અને કોંગ્રેસ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાજપ તરફથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે ચૂંટણી પ્રચાર કર્યો હતો. બાગલકોટમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સિદ્ધારમૈયા અસરકાર રાજ્યમાં જેહાદી તત્ત્વોનો વિકાસ થવા દે છે. ઉત્તરપ્રદેશ હોય કે કર્ણાટક હોય, આપણા દેશમાં આતંકવાદ માટે કોઈ અવકાશ નથી. સત્તામાં રહેલા જે લોકો તેમનું સમર્થન કરે છે, તેઓને હટાવવા જોઈએ. યોગીએ કહ્યું હતું કે કર્ણાટક ચૂંટણીમાં ભાજપાનો વિજય થશે અને વિભાજનવાદી રાજનીતિ તેમજ ભ્રષ્ટાચારી નીતિઓને કારણે કોંગ્રેસની હાર થશે. યોગીએ કહ્યું હતું કે સિદ્ધારમૈયા જુઠ બોલવામાં પાવરધા છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ કર્ણાટક ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.