અમદાવાદ, તા.૪
રાજ્યભરમાં એક તરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે ત્યારે રાજ્યના સાપુતારામાં તેમજ અરવલ્લીમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાપુતારામાં ગાઢ ધુમ્મસ તો અરવલ્લીમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ગોંડલ પંથકમાં વાતાવરણમાં પલટો આવતા આંબરડી ગામે પવન સાથે વરસાદી કરાં પડ્યા હતા તો ત્રાકુડા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જો કે આ કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.