નવી દિલ્હી તા. ૭
ઉત્તરપ્રદેશમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને હવે સરકારી બંગલો મળશે નહિ. સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરીને આજે આ ચુકાદો આપ્યો. પૂર્વવર્તી સમાજવાદી પક્ષની સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક કાયદાનું નિર્માણ કર્યું હતું તે મુજબ ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ, મુખ્યમંત્રીઓને રહેવા માટે સરકારી બંગલો આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. આ કાયદાને એક જનહિત અરજી દ્વારા ચુનૌતી આપવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે અખિલેશ સરકારના કાયદાને પલટાવી નાખ્યો. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય બાદ હવે અખિલેશ યાદવ, માયાવતી, રાજનાથસિંહ, કલ્યાણસિંહને રાજ્યમાં મળેલો સરકારી બંગલો ખાલી કરવો પડશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, કોઇ વ્યકિત એકવાર મુખ્યમંત્રીનું પદ છોડી દીધા બાદ સામાન્ય માણસની બરાબર હોય છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને યુપી સરકાર માટે ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોર્ટે યુપી મિનિસ્ટર સેલેરી એલાઉન્ટ એન્ડ મિસલેનિયમ પ્રોવિઝન એકટની એ જોગવાઇઓની રદ્દ કરી દીધી છે. જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને સરકાર બંગલામાં રહેવાનો અધિકાર અપાયો હતો. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, યુપી સરકારે કાયદામાં સંશોધન કરીને જે નવી વ્યવસ્થા આપી હતી તે ગેરબંધારણીય છે. સુપ્રીમના આદેશ બાદ જે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને પોતાના બંગલા કરવા પડશે. તેમાં મુલાયમસિંહ યાદવ, ગૃહમંત્રી રાજનાથસિંહ, બીએસપી પ્રમુખ માયાવતી, રાજસ્થાનના રાજપાલ કલ્યાણસિંહ, પૂર્વ સીએમ નારાયણ દત્ત તિવારી સામેલ છે.