અમરેલી, તા. ૭
અમરેલી શહેર સહિત જિલ્લામાં કેટલાક મહિનાઓથી તસ્કરો સક્રિય છે ત્યારે જિલ્લાની પોલીસ સાવ નિષ્ક્રિય થઇ ગયેલ હોઈ તેવું લાગી રહયું છે રોજ બરોજ જિલ્લામાં ક્યાંકને ક્યાંક ચોરીની ઘટના બની હોવાના ફરિયાદ હોયજ છે કેટલાક સમયથી તસ્કરોએ સમગ્ર જિલ્લામાં માથું ઉચક્યું છે અને ચોરો સામે પોલીસ લાચાર હોઈ તેવું લાગી રહયું છે કારણકે અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસંખ્ય ચોરીઓ થઇ છે તેમાંથી એક પણ ચોરીનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી.
અમરેલી જિલ્લાના લાઠીમાં એકજ એપાર્ટમેન્ટમાં ૪ મકાનોનો તાળાં તોડી તસ્કરોએ ચોરી કરી પોલીસને ચેલેન્જ આપી હતી લાઠીમાં સેતાપાટીમાં આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટમાં રહેતા તૌફિકભાઈ જીકરભાઈ ધાનાણી જાતે મેમણ ઉવ- ૩૫ ના ગઈકાલે સુરત ખાતે પોતાની દુકાનની ખરીદી કરવા ગયેલ હોઈ અનેપત્ની અને પુત્રો લીલીયા વેકેશન કરવા ગયેલ હોઈ જેથી પાછળથી તસ્કરોએ મોકાનો લાભ જોઈ અંદર પ્રવેશ કરી રોડક અને દાગીના મળી કુલ ૨૫ હજારની ચોરી કરી ગયા હતા જયારે તેના બાજુમાં રહેતા ઇમરાનભાઈ ના ઘરમાંથી પણ તસ્કરોએ ચોરી કરી હતી જેમાં રોકડ અને દાગીના મળી ૨૧ હજારની ચોરી કરી હતી જયારે આજ એપાર્મેન્ટમાં રહેતા સલીમભાઈના ઘરમાંથી પણ તસ્કરોએ દાગીના અને રોકડ મળી ૧૫ હજારની ચોરી કરી હતી તેમજ મેરૃનબેન ના ઘરમાંથી પણ તસ્કરો રોકડ ૧૧ હજાર અને ૧૦ હજારના દાગીના મળી ૨૧ હજારની ચોરી કરી ગયા હતા આ અંગે તોફીકભાઈ જીકરભાઈ ધાનાણીએ લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.