બાર્સિલોના, તા.૭
લિયોનલ મેસ્સીએ પોતાના જાદુઈ ફૂટબોલનું શાનદાર પ્રદર્શન કરતા મહત્ત્વપૂર્ણ ગોલ કર્યા જેની મદદથી બાર્સિલોનાએ દસ ખેલાડીઓ સાથે રમવા છતાં અહિંયા રમાયેલી રોમાંચક મેચમાં રિયલ મેડ્રિડને ર-રથી બરાબરી પર અટકાવ્યું. રિયલ માટે સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ઈજા ચિંતાનું કારણ બની છે. રોનાલ્ડો ઈજાના કારણે હાફટાઈમ બાદ રમવા ઉતર્યો નહીં. રીયલને આશા છે કે તેનો આ સ્ટાર ખેલાડી ર૬ મેના રોજ લિવરપુલ વિરૂદ્ધ રમાનારી ફાઈનલ સુધી ફીટ થઈ જશે. મેચમાં સુઆરેઝે દસમી મિનિટમાં ગોલ કરી બાર્સિલોનાને લીડ અપાવી પણ રોનાલ્ડોએ તેની ચાર મિનિટ બાદ રિયલ મેડ્રિડને બરાબરી કરાવી હાઈટાઈમ સુધી બંને ટીમો ૧-૧ની બરાબર હતી. મેસ્સીએ પરમી મિનિટમાં બાર્સિલોનાને ર-૧ની લીડ અપાવી પણ ગેરેથ બેલેએ ૭રમી મિનિટમાં ગોલ કર્યા જેનાથી રીયલે મેચ ડ્રો કરાવી.