(એજન્સી) તા.૭
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ર મેના દિવસે થયેલી હિંસાના સંદર્ભમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, હિન્દુ યુવા વાહિનીના પૂર્વ શહેર પ્રમુખ યોગેશ વૈષ્ણાવ અને અમિત ગોસ્વામીની રવિવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. સિવિલ લાઈન્સના સ્ટેશન ઓફિસર જાવેદખાને જણાવ્યા મુજબ આઈપીસીની ધારા ૧૪૭ અને ૧પ૩ એ હેઠળ આ બંને લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે એએમયુ કેમ્પસમાં થયેલી હિંસા પછી આ બંને લોકોએ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક સામગ્રી પોસ્ટ કરી હતી. જેના કારણે શહેરની ઈન્ટરનેટ સેવાઓ થોડા સમય માટે બંધ કરવી પડી હતી. આ ઉપરાંત કેટલાક યુવાનોએ એએમયુમાં ઝીણાના પોસ્ટરના વિરોધમાં બાઈક રેલી નીકાળી હતી. ત્યાર બાદ રવિવાર સાંજથી સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. અલીગઢ ઝોનના ઈન્સ્પેકટર જનરલ સંજીવ ગુપ્તાએ કહ્યું હતું કે રવિવારે જે બે યુવકોની ધરપકડ કરવામાં આવી તેઓ ગઈકાલે જૂના શહેરની શાંતિ ભંગ કરવાના પ્રયત્નમાં સક્રિય હતા.