રાજુલા, તા. ૭
રાજુલા પીપાવાવ ધામની જમીન ઉપર જે GHCL અને ભૂમાફિયાઓના દબાણને હટાવવા માટેના આંદોલનને આજ ૧૩ દિવસના અંતે આજથી આંદોલન ઐતિહાસિક રૂપ રંગ ધારણ કરી લીધું છે જેમાં ભાજપ સરકારના હિટલર શાહી અને એકહથ્થુ શાસન સામે આ ખેડૂતોના ન્યાય માટે કડીયાળી તાલુકા પંચાયતના પુત્ર જીલુભાઈ બારૈયાએ ભાજપ સરકાર સામે જ મોરચો માંડીને પોતે આમરણ ઉપવાસ ઉપર ઉતરી ગયા છે, અને તેમની સાથે ભાકોદર માંધાતા ગ્રુપના પ્રમુખ મધુભાઈ સાંખટ પણ આમરણ ઉપવાસ કરી રહ્યા છે, જે આંદોલને જ કેસરિયો રંગ ધારણ કરી રહ્યો છે, જે જીલુભાઈ અને મધુભાઈ એ પોતાના ખેડૂત ભાઈઓ માટે GHCL અને ભૂમાફિયા સામે આંદોલનનો શંખ ફુક્યો છે તેમના આમરણ ઉપવાસને અમરેલી જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ વિરાણી નરેશે જીલુભાઈ અને મધુભાઈને પ્રોત્સાહન રૂપી પત્ર પાઠવ્યો છે અને પત્રમાં જણાવ્યું છે કે આ હિટલર શાહી સામે જૂકતા નહીં, હિંમત હારતા નહીં, જમીન લઈને જ જંપીશું, જમીનો ઉપર જે લોકો એ કબ્જો જમાવ્યો છે તે કંપની અને ભૂમાફિયાઓ તે જમીનોને પોતાના માતૃશ્રીઓ શું આ જમીનો પોતાના કરિયાવરમાં લાવ્યા હતા ??
એટલે GHCL અને ત્યાંના ભૂમાફિયાઓને જમીન ઉપરથી કબજો તો કોઈ પણ હિસાબે ઉઠાવવો જ પડશે, જમીન આપણા બાપદાદાની છે એટલે આંદોલનમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે ખેડૂત સમાજ ગુજરાત તમારી પડખે અડીખમ ઉભા રહેવા તૈયાર છે.ખેડૂત સમાજ અમરેલી જિલ્લા પ્રમુખ નરેશ વિરાણીના આશ્વાસન પત્રનો જીલુભાઈ બારૈયા અને મધુભાઈ એ આભાર વ્યક્ત કર્યો અને જરૂર પડ્યે જરૂર યાદ કરશું તેવી ફોનિક વાતચીત પણ કરી.