અમદાવાદ,તા.૮
લંડનમાં જન્મેલ અને ઉછરેલ ર૧ વર્ષીય હુમૈરાના માતા-પિતા ગુજરાતના વલસાડના વતની છે. હુમૈરાએ આ જ વર્ષે રાજ્ય શાસ્ત્ર વિષયમાં સ્નાતકની પદવી મેળવી છે. હુમૈરા હેકની યુથ પાર્લામેન્ટ અને બ્રિટન યુથ પાર્લામેન્ટના ભૂતપૂર્વ સભ્ય હતા. તેઓ પ્રચારક, એક્ટિવિસ્ટ અને હાલમાં તેઓ હેકની બોરોગ ઓફ લંડનના યુવા કાઉન્સિલર છે અને હુમૈરા પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલા કાઉન્સિલર છે. હુમૈરા યુથ માટે અને તેમને નડતા પ્રશ્નોને લઈને આક્રમક છે અને તેઓ દરેક મુદ્દા પર સામાજિક ન્યાય અપાવવા માટે હંમેશાં તત્પર રહે છે.