(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૮
જેની વિદ્યાર્થીઓ અને વાલીઓ આતૂરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તે ધો-૧ર સાયન્સ પ્રવાહનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.૧૦ મે, ર૦૧૮ના રોજ જાહેર કરવામાં આવશે અને આ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-ર૦૧૮માં લેવામાં આવેલ ધોરણ-૧૦ અને ૧રની પરીક્ષાના પરિણામ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ ૧૦ મેના રોજ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઈટ ખ્તજીહ્વર્.ખ્તિ પર (જીએસઈબી કોટ ઓઆરજી)પર સવારે ૯ વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. તેમજ ૧૦ મેએ માર્કશીટનું પણ વિતરણ કરાશે. શાળાના આચાર્યોએ સવારે ૧૧થી ૪ કલાક દરમ્યાન જિલ્લા વિતરણ કેન્દ્રો ખાતેથી પોતાની શાળાના વિદ્યાર્થીઓની માર્કશીટ મેળવી રહેવાની રહેશે. ત્યારબાદ તેના પર જરૂરી સહી સિક્કા કરીને વિદ્યાર્થીઓમાં માર્કશીટનું વિતરણ કરવાનું રહેશે તેમ બોર્ડની યાદીમાં જણાવ્યું છે. બીજી બાજુ સૂત્રો પાસેથી સાંપડતી માહિતી મુજબ ધોરણ-૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ તા.ર૧થી રપ મે વચ્ચે જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. તેવી જ રીતે ધોરણ-૧૦નું પરિણામ પણ તા.ર૮થી ૩૧ મેની વચ્ચે જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. એટલે કે ચાલુ વર્ષે બોર્ડ દ્વારા તમામ પરિણામો મે માસનાં અંત સુધીમાં જ જાહેર કરી દેવામાં આવશે. તેવી શકયતાઓ રહેલી છે.
અત્યારે ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહની ઉત્તર વહીની ચકાસણીની કામગીરી પણ પૂર્ણ થઈ ચુકી છે તેમજ અત્યારે પરિણામ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જયારે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહની ઉત્તરવહી ચકાસણીની કામગીરી પણ પુરજોશમાં અંતિમ તબક્કામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે ૧ર માર્ચથી ધોરણ-૧૦ અને ૧રની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેમાં ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. ધોરણ-૧૦માં ૧૧ લાખ અને ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૧.૩૪ લાખ અને સામાન્ય ૪.૭૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.