(એજન્સી) વોશિંગ્ટન, તા.૮
અમેરિકા દ્વારા ર૦૧૬ના વર્ષમાં ટેકનોલોજી વ્યવસ્થા ક્ષેત્રે ઈસ્યુ કરાયેલ એચ-૧બી વીઝામાં ૭૪.ર ટકા ભારતીયો હતા. બીજા વર્ષે તે આંકડો વધીને ૭પ.૬% થયો. પરંતુ ત્યારબાદ એચ-૧બી વીઝાનો લાભ લેનારા ભારતીયોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો. આમ કુલ ર૦૧૭ના વર્ષમાં એચ-૧બી વીઝામાં ૪૩ ટકા ઘટાડો નોંધાયો જ્યારે ચીનના એચ-૧બી વીઝામાં ૯.૪%નો ઘટાડો નોંધાયો. ર૦૧૬માં ૭૦,૭૩૭ લોકોને એચ-૧બી વીઝા મળ્યા હતા. જે ઘટીને ૬૭,૮૧પ થયા. તે દરમિયાન સમગ્ર ભારતીયોને અમેરિકામાં સતત કામ કરવા માટે ૧,૮પ,૪૮૯ મંજૂરી મળી. વોશિંગ્ટનની નેશનલ ફાઉન્ડેશન ઓફ અમેરિકન પોલિસીના રિપોર્ટમાં કહેવાયું છે કે, ર૦૧૭ના વર્ષમાં ભારતીયોને ૮૪૬૮ એચ-૧બી વીઝા અપાયા. જે અમેરિકાના ૧૬ કરોડ શ્રમિકોના ૦.૦૦૬ ટકા થવા જાય છે. ર૦૧૭ના વર્ષમાં ભારતની ટોચની ૭ કંપનીઓ માટે નાણાંકીય વર્ષ ર૦૧૭માં ૮૪૬૮ નવા એચ-૧બી વીઝા અપાયા છે. જે ર૦૧પના વર્ષની તુલનામાં ૪૩ ટકા ઓછા છે. જેમાં ઈન્ફ્રોસિસને ૧ર૧૮ વીઝા અપાયા. જેને ર૦૧૭માં ર૮૩૦ વીઝા મળ્યા હતા. વિપ્રોને ર૦૧૭માં ૧ર૧૦ એચ-૧બી વીઝા મળ્યા હતા. જેને ર૦૧પમાં ૩૦૭૯ વીઝા મળ્યા હતા. આમ એચ-૧બી વીઝાની ગિરાવટ માટે કંપનીઓના કલાઉડ કમ્પ્યુટીંગ અને એઆઈ જેવી ડિઝિટલ સેવાઓ તરફ ઝૂકાવ જવાબદાર છે. એચ-૧બી વીઝા ધારકોના જીવનસાથીએ વર્ક પરમીટ સમાપ્ત કરવાની ટ્રમ્પ સરકાર યોજના બનાવી રહી છે.