(એજન્સી) સીરિયા, તા.૮
સીરિયામાં રશિયાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું જેમાં બંને પાયલોટનાં મોત નિપજ્યા છે. રશિયાના રક્ષા મંત્રાલયના હવાલાથી આ સમાચારની જાણકારી મળી છે. અહેવાલ મુજબ સીરિયાઈ અરબ ગણરાજ્યના પૂર્વીય ક્ષેત્રોમાં નિયમિત ઉડ્ડયન દરમિયાન રશિયાનું એક કેએ-પર હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બંને પાયલોટનું મોત નિપજ્યું છે. ટેકનીકલ ખામીને કારણે આ દુર્ઘટના બની હોવાની સંભાવના જણાવવામાં આવી રહી છે. બચાવ ટુકડીએ શબનો કબજો મેળવી લીધો છે. રશિયન સેનાનું આ બીજું વિમાન એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું છે. ત્રીજી મેના રોજ રશિયાનું એક લડાકુ વિમાન એક એરબેઝથી ઉડ્ડયન ભર્યા બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં બંને પાયલોટ મૃત્યુ પામ્યા હતા.