(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
મુંબઈના ધાટકોપર વિસ્તારમાં રહેતી એક યુવતી માતા-પિતા સાથે અણ બનાવ બનતા તેણી મુંબઈ છોડી સુરત ટ્રેન દ્વારા રેલવે સ્ટેશન પર આવી ગઈ હતી. જો કે રેલ્વે પોલીસે તેણીની આપવીતી જાણી સમજાવીને પરત મુંબઈ તરફ રવાના કરવાની તજવીજ હાથ ધરી હતી.
આજના યુગમાં ક્યાંક અંધશ્રધ્ધા ભૂતપ્રેતમાં માનનારા વર્ગ હજી જીવન વ્યકિત કરી રહ્યો છે. તેવો જ એક કિસ્સો ગત રોજ બનવા પામયો છે. જેમાં ધટકોપર મીરારોડ ખાતે રહેતી અને માતા-પિતા સાથે સામાન્ય બાબતે ઝઘડો થતાંજ આવેશમાં આવી જઈને તેણી મુંબઈ સેન્ટ્રલ પહોંચીને સુરત તરફ આવતી ટ્રેનમાં બેસી જઈને સુરત રેલવે સ્ટેશન પર આવી ગઈ હતી. જ્યારે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલી રેલ્વે પોલીસે રેલવે પ્લેટફોર્મ પર એકલી યુવતીને ભાળતા જ ચોંકી ઉઠી હતી. અને તેણીને પૂછપરછ કરતા તેણીએ પોતાનું નામ ગુડ્ડી સોનું હાફેઝી ભાઈ નાઈ (ઉ.વ.૨૭) રહે ધાટકોપર મીરા રોડ પોતે અપરિણીત છે અને માતા-પિતા સાથે અણ બનાવ બનતા ઉપરાંત તેણીને કોઈક ભૂત પાછળ પડ્યું છે તેવા વહેમમાં તેણી ઘર છોડી સુરત દોડી આવી હતી. આ બનાવ અંગેની ફરિયાદ રેલ્વે પોલીસે લીધા બાદ તેણીના પરિવારજનોનો સંપર્ક સાંધવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું જાણવા મળે છે.