(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૮
આણંદ જિલ્લાનાં આંકલાવ ગામનાં રહેમતનગર સોસાયટીમાં પીવાનાં પાણીનું જોડાણ નહી મળતા રોજ બરોજની પાણીની સમસ્યાને લઈને મહિલાએ તંત્ર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી વિગતો અનુસાર આંકલાવના રહેમત નગર સોસાયટીમાં આાવેલા ૨૦ થી ૨૫ જેટલા મકાનોમાં છેલ્લા ધણા સમયથી પાલિકા દ્વારા પીવાનાં પાણીની લાઈન આપવામાં નહી આવતા સોસાયટીમાં રહેતા લોકોને પીવાનાં પાણીની સમસ્યા છે,જેને લઈને સોસાયટીમાં રહેતા મહંમદ સાજીદ મહમદ હબીબ અજમેરીએ વાંરવાર નગરપાલિકાને રજુઆત કરવા છતાં ૨૦ થી ૨૫ મકાનોમાં પાણીની લાઈનનું કનેક્શન ન મળતા રહેવાસીઓને ભારે હાલાકી ઉઠાવી પડે છે. રોજબરોજ પાણીની સમસ્યાને લઇ ત્રાસી ગયેલા સાજીદ અજમેરીની પત્ની મર્જિનાબાનુંએ કંટાળીને ઈચ્છા મૃત્યુ માંગવા મજબૂર બન્યા છે આ બાબતે આંકલાવ નગર પાલિકા ના ચીફ ઓફીસર બાબરભાઇ વસાવાએ જણાવ્યું કે આંકલાવ નગરપાલિકા આંકલાવમાં વસતા દરેક નાગરિકોને પાણી સહિત અનેક સુવિધાઓ આપવા માટે તૈયાર છે પરંતુ એના માટે જે લીગલ પ્રોસેસ થવી જોઈએ એ પણ જરૂરી હોય છે આ બાબતમા પણ એવું જ હતું અરજદારોને પાણીની સગવડ લેવા માટે તેના માટે અરજી પણ કરી હતી અમારી મુખ્ય પાઇપલાઇન જયા છે ત્યારથી અમે પાણી તેમને આપવા માટે સક્ષમ હતા અને પાલિકા તેમના ઘર સુધી પાણી પહોંચાડવા માટે નવી પાઇપલાઇન નાખવા માટે જે તે સોસાયટીના નકશા મગાવી તેનુ અયોજન કરવાનુ હોય છે પરંતુ તેઓ જે સોસાયટીમાં પ્લોટ પાડ્યા છે અને લોકો રહે છે તેના બિલ્ડરે નકશા અને અન્ય લીગલ ડોક્યુમેન્ટ અવાર નવાર માંગ્યા છતા અમને તેઓએ પ્રોવાઇડ સમયસર કરી નહી આપ્યા તેથી આ લેટ થયું છે પરંતુ હવે તેઓએ નકશા અને અન્ય ડોક્યુમેન્ટ અમને આપ્યા છે જેથી હવે અમે કામગીરી શરૂ કરીશું અને કામગીરી પૂર્ણ થયા બાદ તેમને પાણીની સગવડ મળશે