(એજન્સી) નવી દિલ્હી, તા.૯
દિલ્હી અને એનસીઆઈરમાં આજે બપોરે લગભગ સવા ચાર વાગ્યાની આસપાસ અનેક સેકન્ડ સુધી ભૂકંપના હળવા ઝટકા મહેસૂસ કરાયા. દિલ્હી ઉપરાંત કાશ્મીરમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા. ભૂકંપના ઝટકાથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. ભૂકંપના કારણે લોકો ડરના માર્યા પોતાના ઘરોમાં અને ઓફિસોમાંથી બહાર નીકળી ગયાં. આ બાજુ હિમાચલમાં કુલ્લુ અને શીમલામાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયાં. પંજાબ અને રાજસ્થાનમાં પણ ભૂકંપના ઝટકા લોકોએ મહેસૂસ કર્યાં.
યુએસ જિયોલોજિકલ સર્વે (યૂએસજીએસ) મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૨ની હતી. જો કે અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાન, પાકિસ્તાન ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનુ કેન્દ્રબિન્દુ અફઘાનિસ્તાનના હિંદુકૂશમાં હતું.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ આજે સવારે પાકિસ્તાનના પશ્ચિમોત્તર ખેબર પખ્તુનખ્વા પ્રાંતમાં ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં ઓછામાં ઓછા નવ છોકરાઓ ઘાયલ થયા હતાં. જેના કારણે લોકોમાં દહેશત ફેલાઈ ગઈ. પાકિસ્તાનના હવામાન વિભાગના હવાલે એક્સપ્રેસ ટ્રિબ્યુને ખબર આપ્યાં કે ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમોત્તર શહેર બન્નુમાં ૧૨ કિલોમીટરની ઊંડાઈએ હતું.
ભૂકંપનો ઝટકો સ્વાત ઘાટી અને અફઘાનિસ્તાનની સરહદ પર આવેલા ખેબર પખ્તુનખ્વાની રાજધાની પેશાવરમાં મહેસૂસ થયા હતાં. કહેવાયું કે તાનખી બજારની નજીક બન્નુની ગવર્મેન્ટ મોડલ સ્કૂલમાં ઓછામાં ઓછા નવ બાળકો ઘાયલ થયાં. રિપોર્ટમાં જણાવાયું કે બાળકો ડરના માર્યા ત્રણ માળની ઈમારતમાંથી બહાર આવી ગયાં હતાં.