નવી દિલ્હી,તા. ૯
અમેરિકી બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી લોકોની યાદી જારી કરી દેવામાં આવી છે. આ યાદીમાં પહેલાની તુલનામાં કેટલાક ધરખમ ફેરફારો જોવા મળ્યા છે. આ યાદીમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ પ્રથમ સ્થાન પર પહોંચી ગયા છે. જ્યારે રશિયન પ્રમુખ વ્લાદીમીર પુટિન બીજા સ્થાન પર રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમાં સ્થાન ઉપર છે. છેલ્લા બે વર્ષથી નરેન્દ્ર મોદી નવમાં ક્રમાંક પર છે. આ યાદીમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ચીની પ્રમુખ જિંગપિંગ છે. જિંગપિંગ આ પહેલા યાદીમાં ચોથા સ્થાને હતા અને ટ્રમ્પ બીજા અને જર્મન ચાન્સલર માર્કેલ ત્રીજા સ્થાન ઉપર હતા. આ વર્ષે લિસ્ટમાં ટ્રમ્પ ત્રીજા ક્રમ ઉપર છે. જર્મન ચાન્સલર ચોથા, એમેઝોનના માલિક જૈફ બેજોસ પાંચમાં અને ટોપ ફ્રાન્સિસ છઠ્ઠા ક્રમાંક ઉપર છે. આ લિસ્ટમાં અબજોપતિ બિલગેટ્સ સાતમાં અને સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ બિન સલમાન આઠમાં સ્થાન પર છે. લિસ્ટમાં છેલ્લા સ્થાન પર ગુગલના સહસ્થાપક લેરી પેજ છે. આ વખતે સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સનું નામ પણ ચોંકાવનારું છે. કારણ કે તેમનો સમાવેશ પ્રથમ વખત આ યાદીમાં કરવામાં આવ્યો છે. પાંચમાં સ્થાન ઉપર તેમને જગ્યા મળી છે. યાદીમાં પોપ ફ્રાન્સિસ છઠ્ઠા, બિલ ગેટ્સ સાતમાં, ફ્રાન્સના પ્રમુખ એમૈનુએલ મેક્રો ૧૨, અલીબાબાના પ્રમુખ જેકમાં ૨૧માં ક્રમાંક ઉપર છે. મોદી બાદ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ ૧૩માં, બ્રિટનના વડાપ્રધાન ટેરિઝા મે ૧૪માં, ચીનના વડાપ્રધાન લી ક્વિંગ ૧૫, એપલના સીઈઓ ટીમ કૂક ૨૪માં સ્થાન ઉપર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ૩૨માં ક્રમાંક ઉપર છે. આ યાદીમાં મોદી ઉપરાંત સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય છે. માઇક્રોસોફ્ટના સીઈઓ ભારતીય મૂળના સત્ય નડેલા ૪૦માં સ્થાન પર છે. લિસ્ટ જારી કરતા ફોર્બ્સે કહ્યું છે કે, જમીન ઉપર ૭.૫ અબજ લોકો છે પરંતુ આ લોકો પૈકી ૭૫ પુરુષો અને મહિલાઓેએ દુનિયાને બદલવાનું કામ કર્યું છે. ફોર્બ્સ દુનિયાની સૌથી શક્તિશાળી લોકોની વાર્ષિક રેંકિંગ માટે દરેક ૧૦ કરોડ લોકોમાંથી એક વ્યક્તિની પસંદગી કરે છે. જેમનું કાર્ય સૌથી મહત્વપૂર્ણ રહેલું હોય છે. ફોર્બ્સનું કહેવું છે કે, મોદી દુનિયા બીજા સૌથી વધારે વસતી ધરાવતા ભારતમાં ખુબ જ લોકપ્રિય નેતા છે. મનીલોન્ડરિંગ અને ભ્રષ્ટાચારની સામે લડવા માટે મોદી સરકારે નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી જેવો કઠોર નિર્ણય કર્યો હતો. તાજેતરમાં જ મોદીએ પોતાના વિદેશી પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અને જિંગપિંગની સાથે મુલાકાત કરી હતી અને વૈશ્વિક નેતાઓમાં પોતાની ઓળખ ઉભી કરી હતી. આ ઉપરાંત જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસમાં પણ મુખ્યરીતે ઉભર્યા હતા. અંબાણીને લઇને ફોર્બ્સે કહ્યું છે કે, અબજોપતિ ઉદ્યોગપતિઓએ વર્ષ ૨૦૧૬માં ભારતના ખુબ જ સ્પર્ધાવાલા બજારમાં ફોરજી સેવા શરૂ કરી હતી અને કિંમતોને લઇને નવી લડાઈ છેડી દીધી હતી. આ વખતે આ યાદીમાં ૭૫ સભ્યો પૈકી ૧૭ સભ્યો નવા છે અને પ્રથમ વખત એન્ટ્રી કરી ગયા છે. ટોપટેનમાં પણ સાઉદી અરેબિયાના મોહમ્મદ બિન સલમાન આઠમાં સ્થાન ઉપર છે. ગયા વર્ષે નવેમ્બરમાં ક્રાઉન પ્રિન્સ દેશના સૌથી અમીર લોકોના વર્ગમાં આવી ગયા હતા. આ વખતે શક્તિશાળી લોકોની યાદીમાં પણ તેઓ પ્રવેશી ગયા છે. ૨૦૧૭માં જે યાદી જાહેર થઇ હતી તેમાં અમેરિકી પ્રમુખ પાછળ રહી ગયા હતા. આ વખતે પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજા સ્થાને રહ્યા છે. રશિયન પ્રમુખ ૬૫ વર્ષીય વ્લાદીમીર પુટિન બીજા સ્થાન ઉપર પહોંચી ગયા છે. મોસ્ટ પાવરફુલ લોકોની યાદીમાં ફ્રાન્સના પ્રમુખ પણ સ્થાન મેળવી શક્ય છે. અમેરિકાના જેરોમ પોવેલ ૧૧માં સ્થાન પર રહ્યા છે જ્યારે વિશ્વના ટોપ ઇન્વેસ્ટર્સ વારેન બફેટ જે બર્કશાયર હેથવેના વડા છે તેઓ યાદીમાં ૧૬માં સ્થાન ઉપર છે. મેક્સિકોના કાર્લો સ્લીમ ૨૦માં સ્થાન પર રહ્યા છે. આ ક્ષેત્રમાં બિઝનેસ, જુદા જુદા દેશોના વડાઓ અને અન્ય ક્ષેત્રોમાં લોકોને આવરી લેવામાં આવ્યા છે. મોસ્ટ પાવરફુલ લોકોની યાદીમાં ફ્રાન્સના નવા પ્રમુખથી લઇને પાકિસ્તાનના આર્મી ચીફ લોકો સુધીનો સમાવેશ થાય છે. જેરોમ પોવેલ વર્લ્ડના ટોપ સેન્ટ્રલ બેંકર ફેબ્રુઆરી મહિનામાં બન્યા હતા. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પે જેનેટ યેલેનને બીજી વખત તક આપી ન હતી ત્યારબાદ જેરોમ પોવેલ વિશ્વની સૌથી ટોપ સેન્ટ્રલ બેંકના વડા બન્યા હતા. જ્યોર્જટાઉનમાં શિક્ષણ મેળવી ચુકેલા અને પ્રોફેશનથી વકીલની આ ખુબ મોટી સફળતા છે.