(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
સુરતના ભાગાતળાવ વિસ્તારની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના ખાતેદાર કાશીબા ફેબ્રિક્સના નામના ચેકોની ચોરી કરી, અજાણ્યા ઇસમોએ તેનો ઉપયોગ રાજસ્થાનના જયપુર સ્થિત શો રૂમમા઼ંથી લાખો રૂપિયાના દાગીના ખરીદવા માટે કર્યો હતો.આ અંગે બેન્કે પોલીસ ફરિયાદ કરી હતી.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભાગાતળાવ વિસ્તારની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખાના સિનિયર મેનેજર મંજૂલાબેન પટેલે સીસીટીવી ફૂટેજના આધારે પોતાના ખાતેદાર કાશીબા ફેબ્રિક્સના નામના ચેકોની ચોરી કરનાર એક અજાણ્યા વ્યકિત સામે ફરિયાદ નોંધાવી હતી.શહેરના અઠવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી અજાણ્યા વ્યકિતની તપાસ હાથ ધરી છે.આ ધટનામાં બેન્કમાંથી કાશીબા ફેબ્રિક્સ નામના એકાઉન્ટની ચેકબુક ચોરનાર ઇસમે ખોટા સહી-સિક્કાની મદદથી, જયપુર બ્રાન્ચ દ્વારા તનિષ્ક શો રૂમમાંથી રૂા. ૮.૪૦ લાખના દાગીના ખરીદી આરટીજીએસથી પેમેન્ટ ચૂકવ્યું હતું.