(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
નાના વરાછા વંદન સોસાયટીમાં રહેતી એક મહિલાને પેટમાં દુખાવો થયો હોવાને કારણે મનમાં કેન્સર હોવાનું લાગતા ઘરેથી રિક્ષામાં બેસીને ઈચ્છપોર રેલ્વે ફાટક પાસે અનાજમાં નાંખવાની ગોળી પી જતા સારવાર અર્થે સિવિલ બાદ ખાનગી હોસ્પિટલ ખાત ખસેડાય હતી. જ્યાં મોડી સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
શહેરના નાના વરાછા વિસ્તારમાં આવેલી વંદના સોસાયટીમાં રહેતી લતાબેન દિનેશભાઈ માવાણીને છેલ્લા ઘણા દિવસોથી પેટમાં દુઃખાવે થતો હતો. ગઈકાલે ફરી એક વખત પેટમાં દુખાવો થતાં તેના મનમાં કેન્સર હોવાનું લાગતાં સવારે ઘરેથી નીકળી રિક્ષામાં બેસી ઈચ્છાપોર રેલ્વે ફાટક પાસે આવી અનાજમાં નાંખવાની ગોળી પી જઈ ત્યાં સુઇ ગઈ હતી. તે દરમિયાન ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સવાને કર્મચારીઓ મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યારબાદ તેના પરિવારજનો વરાછા ખાતેની પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતી. જ્યાં મોડી સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.