(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
શહેરના પુણા વિસ્તારમાં રહેતી યુવતી પાસે આવેલી દુકાને વસ્તુની ખરીદી કરવા માટે ગઈ હતી. જ્યા ંદુકાનદાર તથા તેની સાથેના ઈસમે યુવતીને ઈશારો કરી ઘરમાં બોલાવી હતી. ઘરે બોલાવ્યા બાદ યુવતી સાથે વાતચીત કરી લલચાવી યુવતીને પેપ્સીમાં કેફી પીણું પીવરાવી દીધું હતું. બાદમાં બંને યુવકોએ તેણીની પર દુષ્કર્મ આચર્યુ હતું. યુવતી ભાનમાં આવ્યા બાદ બંને ઈસમોએ તારો વિડીયો અમે ઉતારી લીધો છે જો કોઈને કહીશ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું તેવી ઘમકી આપી યુવતીને અવારનવાર ઘરે તથા અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેણીની પર બંને નરાઘમો બળાત્કાર ગુજરી તેનું શોષણ કરતા રહ્યા હતા. જેથી યુવતીએ આખરે કંટાળી ગતરોજ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે પુણા વિસ્તારમાં રહેતી યુવતી ઘર પાસે આવેલી દુકામાં ચીજ વસ્તુ ખરીદવા માટે ગઈ હતી. જો કે આ દરમિયાન દુકાનનો માલિક ઓમપ્રકાશ રૂપારામ મેધવાલ (રહે.પ્લોટ નંબર-૬૩ ગાયત્રી નગર સોસાયટી ભૈયાનગર પાસે પુણાગામ) તેના ભાઈના સાળા રૂપારામ ઉર્ફે રૂપેશ મેધવાલ સાથે બેઠો હતો. યુવતી દુકને જતા ઓમપ્રકાશે યુવતીને ઈશારો કરી યુવતીને રૂમમાં બોલાવી હતી. યુવતી રૂમમાં જતા બંને હવસખોરો એ યુવતીને પેપ્સીમાં કેફી પીણું પીવરાવી દીધું હતું. યુવતી અર્ધબેભાન થઈ જતા બંનેએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતી ભાનમાં આળતા તે કઢંગી હાલતામાં હતી જેથી યુવતીએ પુછતા તેઓએ જણાવ્યું હતું કે કીસીકો કુછ મત બતાના હમ ને તેરે સાથ જો કિયા હે વહ સબ મોબાઈલમે કૈદ હે તું કિસીકો બતાયેગી તો યહ ફિલ્મ હમ સબકો બતાયેંગે, હમ જબભી તુ જે બુલાએગે તબ તુઝે આના પડેગા તુ નહીં આયેગી તો હમ તેરે ઘરવાલો કે માર ડાલેગે, તેવી ધમકી આપી હતી. યુવતી જાતા રહ્યા બાદ ફરી બે દિવસ પછી બન્ને ઈસમોએ રાત્રીના સમયે યુવતીને તેમના ઘરે બોલાવી કોઈ પીણામાં કોઈક કેપ્સુલ નાખી તેઓએ પણ પીધા બાદ તેણીની સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ રીતે દોઢ વર્ષ સુધી તેણીની સાથે મોબાઈલનો વિડીયો દુનિયામાં બતાવી દેવાની અને ઘરવાળાઓને જાનથી મારી નાખવાની ઘમકી આપી અવારનવાર બળાત્કાર ગુજારતા રહ્યા હતા. થોડો દિવસ અગાઉ બને આરોપીએ પૈકી ઓમપ્રકાશ રૂપારામ મેધવાલએ યુવતીને ધમકી આપી વહેલી સવારના ત્રણેક વાગ્યાના સુમારે સુરત થી બસમા બેસાડી રાજસ્થાનના પાલી જીલ્લાના કોઈ અજાણ્યા ઈસમના ઘરે લઈ જઈ ત્યા તથા પોતાન વતનમાં ઘરે લઈ જઈ તેણીની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હોવાનું યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. જેથ હાલ તો પુણા પોલીસે યુવતીના નિવેદનના આધારે ઓમપ્રકાશ રૂપારામ મેધવાલ (રહે-પ્લોટ નંબર-૬૩ ગાયત્રી નગર સોસાયટી ભૈયાનગર પાસે પુણાગામ) (મૂળ વતન ગામ-બુટેલાવ તા.સોજતસીટી જિલ્લો પાલી, રાજસ્થાન)અને રૂપારામ ઉર્ફે રૂપેશ મેધવાલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.