છોટાઉદેપુર, તા.૯
છોટાઉદેપુરના રંગપુર પાસે બનેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ બાળકો સહિત સાત જણાંના કરૂણ મોત નિપજતા વિસ્તારમાં ગમગીની ફેલાઈ જવા પામી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલ વિગતો મુજબ આજરોજ વહેલી સવારે આશરે છ વાગ્યાના સુમારે છોટાઉદેપુરથી નજીક આવેલ રંગપુર પોલીસ મથકની હદમાં રંગપુર મંડળીની સામે એક ટેન્કર અને બોલેરો ગાડી વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે જ બે બાળકો સહિત કુલ છ જણાનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે એકનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવની વિગત અનુસાર મધ્યપ્રદેશનો એક પરિવાર બોલેરો ગાડી નંબર એમડી ૧૧ સીસી ૩૮પ૭માં વડોદરા મેડિકલ સારવાર માટે જઈ રહ્યું હતું. જેમાં ત્રણ બાળકો સહિત કુલ સાત જણાં મુસાફરી કરતા હતા. દરમિયાન સવારના છ વાગ્યાના અરસામાં રંગપુર મંડળના વિસ્તારમાં છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ તરફ જતો ડામર ભરેલું ટેન્કર નં. એમપી ૪૬ એચ ૦ર૩૩ આ બોલેરો ગાડી સાથે ધડાકાભેર અથડાતાં ગાડીમાં મુસાફરી કરી રહેલ ડ્રાઈવર સહિત છ જણાંના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
અકસ્માતના મૃતકો
૧. મોહનસિંહ બનશીર ભિલાલા ઉ.વ.૪૧
ર. ભાગવતબેન મોહનસિંહ ભિલાલા ઉ.વ.૩૮
૩. રોનકભાઈ મોહનસિંહ ભિલાલા ઉ.વ.૧૧
૪. દિવ્યાંશ મોહનસિંહ ભિલાલા ઉ.વ.૮ (તમામ રહેવાસી મલહેરા મધ્યપ્રદેશ)
પ. શોભાબેન ફુલસિંગ ભિલાલ ઉ.વ.૪૦
૬. ગોલુ શિવાભાઈ ભિલાલા ઉ.વ.રર
(ગાડીનો ડ્રાઈવર) તમામ રહેવાસી અંબાડા મધ્યપ્રદેશ જ્યારે દિવ્યાંશી ફુલસિંગ ભિલાલ ઉ.વ. ૧૧ ગંભીર ઈજાઓ થતાં છોટાઉદેપુર સારવાર માટે મોકલી આપવામાં આવી હતી