“સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય” આ ઉક્તિને સાર્થક કરતી સેન્ટ ઝેવિયર્સ મિરઝાપૂરમાં અભ્યાસ કરતી કરીમી રફીકા છે. પોતાના નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે દિવસના ૧૦થી ૧ર કલાક અભ્યાસ કરીને ૧ર સાયન્સમાં એ ગ્રુપમાં ૯૭.૩૭ પર્સન્ટાઈલ મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે અને પરિવારનું તથા સમાજનું નામ રોશન કર્યું છે. કાલુપુર વિસ્તારમાં રહેતી અને સેન્ટ ઝેવિયર્સ મિર્ઝાપુરમાં અભ્યાસ કરતી કરીમી રફીકાએ ૧ર સાયન્સમાં ખુબ જ સારો દેખાવ કરીને ૯૭.૩૭ પર્સન્ટાઈલ મેળવ્યા છે. જેના પિતા ઈલેક્ટ્રીશીયન છે. જેમની માસિક આવક અનિશ્ચિત છે. તેઓની દિકરી કરીમીરફીકા ભણવામાં પહેલાંથી જ હોશિયાર હતી અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્નશીલ હતી. રફીકાની આર્થિક સ્થિતિ બહું સારી નથી અને ઘરમાં સગવડતા ન હોવા છતાં પણ ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. રફીકાની માતા હાઉસ વાઈફ છે અને તેઓ ૧ર પાસ છે તથા પિતા પણ આઈટીઆઈ પાસ છે. માતા-પિતાના માર્ગ દર્શન હેઠળ તૈયારી થઈને તેમના સ્વપ્નને સાકાર કરવા માટે આથાગ પ્રયત્નો થકી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.