બધા જ પ્રકારની સુખ-સગવડો અને ટયુશન મળે તો બાળક સારામાં સારા ટકા લાવી શકે છે. તેમાં કોઈ બેમત નથી પરંતુ જે પરિવારમાં ઘરનું મોભી જ નથી અને તેનો ખર્ચ સંબંધીઓ ઉપાડતા હોય અને ઘરમાં કોઈ સગવડના હોય, ત્યારે બાળક ઉચ્ચ કોટીનું પરિણામ લાવે તે ખરેખર ગૌરવની વાત છે અને સાથે-સાથે બીજા બાળકોને પ્રેરણા મળે તેવી બાબત છે. જમાલપુર વિસ્તારમાં રહેતી એફ.ડી. હાઈસ્કૂલ જમાલપુરમાં અભ્યાસ કરતી શેખ સહાના એ.-બી-ગ્રુપમાં ૯૮.૯૮ પર્સન્ટાઈલ મેળવી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. સહાનાના પિતા હાલ હયાત નથી. જે કેન્સરથી મૃત્યુ પામ્યા હતા અને માતા જે ગૃહિણી છે. ત્યારે સહાનાએ રાત દિવસ ૮થી ૧૦ કલાક મહેનત કરીને સારા માર્કસ મેળવ્યા છે. સહાનાની આર્થિક પરિસ્થિતિ ખુબ જ વિકટ છે તેના અભ્યાસ સહિત બધો ખર્ચ તેના સગા સંબંધીઓ ઉપાડે છે. નાની વયમાં પિતાની છત્રછાયા ગુમાવનાર સહાના હિંમત હાર્યા વગર ખૂબ જ લગનથી મહેનત કરીને ૧ર સાયન્સમાં બી-ગ્રુપમાં સારામાં સારા પર્સેન્ટાઈલ મેળવીને સિધ્ધી હાંસલ કરી છે. ત્યારે સહાનાના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. સહાનાનો ગોલ મેડિકલ ફિલ્ડમાં કેરિયર બનાવવાનો છે અને તેને જ લક્ષમાં રાખજો. રાત-દિવસ જોયા વગર મહેનત કરીને સફળતા મેળવી છે.
5
0.5
1