(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૦
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.ગુજરાતનુ પરિણામ ૭૨.૯૯ ટકા રહેવા પામ્યું છે. ગુજરાતના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સવારે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. સેમેસ્ટર પ્રથાને રદ કરવામાં આવ્યા બાદ ધોરણ-૧૨ બોર્ડની પરીક્ષાનુ પરિણામ પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદ શહેરનુ પરિણામ ૭૫.૨૪ ટકા અને અમદાવાદ જિલ્લાનુ પરિણામ ૮૨.૧૭ ટકા જાહેર કરવામાં આવ્યુ હતુ. ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ ૮૧.૮૯ ટકા આવ્યું હતું. ગયા વર્ષની તુલનામાં પરિણામ આ વખતે નીચે રહ્યુ છે. આજે જાહેર થયેલા પરિણામોમાં ૧૦૦ ટકા પરિણામવાળી સ્કુલોની સંખ્યા ૪૨ નોંધાઇ છે. જ્યારે ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ મેળવનાર સ્કુલોની સંખ્યા ૨૬ રહી છે. આવી જ રીતે એ વન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮૩૮ નોંધાઇ છે. એ ગ્રુપના પરીક્ષાર્થીઓનું પરિણામ ૭૭.૨૯ ટકા રહ્યું છે. બી ગ્રુપના પરીક્ષાર્થીઓનું પરિણામ ૬૯.૭૭ ટકા રહ્યું છે. આવી જ રીતે એબી ગ્રુપના પરીક્ષાર્થીઓનું પરિણામ ૬૧.૧૧ ટકા રહ્યું છે. આંકડામાં દર્શાવવામાં આવ્યું છે કે ૨૦ ટકા પાસિંગ સટાન્ડર્ડનો લાભ લઇને પાસ થનાર ડિફરેન્ટેબલ પરીક્ષાઓ ૨૧ નોંધાયા છે. આ વખતે ચોરી અને કોપી કેસને રોકવા માટે તમામ પગલા લેવામાં આવ્યા હતા. જુદા જુદા પગલાના ભાગરૂપે ગેરરીતિના કેસોની સંખ્યા ૧૨૦ નોંધાઇ છે. ૧૩૪૩૫૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ૯૮૦૬૭ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાના પાત્ર થયા છે. આ વખતે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ સૌથી વધારે ૭૫.૫૮ રહ્યું છે. ગુજરાતી માધ્યમનુ પરિણામ ૭૨.૪૫ ટકા રહ્યું છે. કુલ પરિણામ ૭૨.૯૯ ટકા રહ્યું છે. રાજકોટ જિલ્લાનું સૌથી ઉંચુ પરિણામ ૮૫.૦૩ ટકા આવ્યું છે. જ્યારે છોટા ઉદયપુર જિલ્લાનું પરિણામ સૌથી ઓછુ ૩૫.૬૪ ટકા રહ્યું છે. ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહમાં ૫૬ ઝોનના ૧૪૦ કેન્દ્રોમાં ૧૪૦ શાળા બિલ્ડીંગમાં ૬૮૮૦ બ્લોકમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. ગુજરાત બોર્ડ સિવાયના અન્ય ઉમેદવારોની ગુજકેટની માર્કશીટ ટપાલ દ્વારા મોકલવામાં આવી રહી છે. આ સાથે ગુજકેટનું પરિણામ પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. શિક્ષણ વિભાગ અને ગુજરાત બોર્ડના સુત્રોનું કહેવું છે કે, સામાન્ય પ્રવાહનું પરિણામ પણ ૧૫થી ૨૦મી મેની વચ્ચે જાહેર થઇ શકે છે જ્યારે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ ૨૮થી ૩૧મી મેની વચ્ચે જાહેર થવાની શક્યતા છે.
ગ્રેડ વાર ઉમેદવાર
ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું.
ગ્રેડ સંખ્યા
એ વન ૧૩૬
એ ટુ ૨૮૩૮
બી વન ૮૭૬૨
બી ટુ ૧૫૨૯૫
સી વન ૨૩૬૫૫
સી ટુ ૩૨૨૩૪
ડી ૧૪૮૫૩
ઈ વન ૨૯૪
એન આઈ ૩૬૩૭૨
નોંધ : એનઆઈ એટલે કે પરિણામમાં સુધારા કરવાની જરૂર
ગ્રુપવાર પરિણામ
ગ્રુપ એ
નોંધાયેલા વિદ્યાર્થી ૫૭૬૬૦
હાજર વિદ્યાર્થી ૫૭૩૩૬
ઈક્યુસીપાત્ર વિદ્યાર્થી ૪૪૫૪૫
પરિણામની ટકાવારી ૭૭.૨૯ ટકા
ગ્રુપ બી
નોંધાયેલા વિદ્યાર્થી ૭૬૭૬૧
હાજર વિદ્યાર્થી ૭૬૬૯૮
ઈક્યુસીપાત્ર વિદ્યાર્થી ૫૩૫૧૧
પરિણામની ટકાવારી ૬૯.૭૭ ટકા
ગ્રુપ એબી
નોંધાયેલા વિદ્યાર્થી ૧૮
હાજર વિદ્યાર્થી ૧૮
ઈક્યુસીપાત્ર વિદ્યાર્થી ૧૧
પરિણામની ટકાવારી ૬૧.૧૧ ટકા
નોંધ : ઈક્યુસી એટલે ૨૦ ટકા પાસીંગ ધોરણનો લાભ
ગુજકેટનું પરિણામ
પર્સેનટાઈલ રેન્ક ગ્રુપ એના વિદ્યાર્થી ગ્રુપ બીના વિદ્યાર્થી
૯૯થી ઉપર ૬૧૩ ૭૨૭
૯૮થી ઉપર ૧૨૪૮ ૧૪૭૦
૯૬ થી ઉપર ૨૪૮૮ ૨૯૨૨
૯૨થી ઉપર ૪૯૯૦ ૨૯૩૭
૯૦થી ઉપર ૬૨૩૪ ૭૩૩૧
૮૫થી ઉપર ૯૩૦૫ ૧૧૦૩૯
૮૦થી ઉપર ૧૨૩૯૨ ૧૪૬૪૭
૭૫થી ઉપર ૧૫૫૩૭ ૧૮૪૨૩
૭૦થી ઉપર ૧૮૬૯૧ ૨૨૨૧૦
૬૫થી ઉપર ૨૧૬૭૬ ૨૫૬૭૩
૫૦થી ઉપર ૩૧૧૯૫ ૩૬૭૬૯
૪૦થી ઉપર ૩૭૧૯૫ ૪૪૨૧૨
૩૦થી ઉપર ૪૩૪૯૦ ૫૨૩૮૧
૨૦થી ઉપર ૪૯૬૮૬ ૫૮૯૫૨
૦૦ થી ઉપર ૬૧૯૪૫ ૭૩૨૫૫
વિદ્યાર્થિનીઓનું પરિણામ ૭૪.૯૧ ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૧ ટકા
ગાંધીનગર, તા.૧૦
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવામાં આવેલી ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ સરખામણી કરવામાં આવે તો ૭૧.૮૪ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે ૭૪.૯૧ ટકા વિદ્યાર્થીનીઓ પાસ થઇ છે. આનો મતલબ એ થયો કે, વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓ ખુબ આગળ રહી છે. આ વખતે નોંધાયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૮૪૧૩૦ રહી હતી અને વિદ્યાર્થીનીઓની સંખ્યા ૫૦૩૦૯ રહી હતી. આવી જ રીતે પરીક્ષામાં ૮૪૦૭૬ વિદ્યાર્થીઓ અને ૫૦૨૭૬ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા તે પૈકી ૬૦૪૦૪ વિદ્યાર્થીઓ પાસ થયા છે જ્યારે વિદ્યાર્થીનીઓની વાત કરવામાં આવે તો પાસની સંખ્યા ૩૭૬૬૩ નોંધાઈ છે. ઉપસ્થિત રહેલા ઉમેદવારો સામે ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલા ઉમેદવારોની ટકાવારીની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓની ટકાવારી ૭૧.૮૪ ટકા અને વિદ્યાર્થીનીઓની ૭૪.૯૧ ટકા રહી છે.