(એજન્સી) બારાસાત, તા.૧૦
પશ્ચિમ બંગાળના ઉત્તરીય ર૪ પરગણા જિલ્લાના બારૂનહાટ ગામમાં મંગળવારે એક નાટક દરમિયાન જીવતા સાપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અભિનેત્રીને સાપ કરડતાં તેનું મોત નિપજ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ ૬૩ વર્ષીય અભિનેત્રી કાલીદાસી મંડલને સાપ કરડ્યા બાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. અભિનેત્રીના સહકલાકારે આરોપ મૂક્યો છેકે તેમની સારવાર માટે બોલાવવામાં આવ્યો હતો. પરંતુ તે નિષ્ફળ રહેતા અભિનેત્રીનું મોત નિપજ્યું હતું. અહેવાલ મુજબ, બારૂનહાટ ગામમાં ‘મંસામંગલ કાવ્ય’ પર આધારિત નાટક ભજવાઈ રહ્યું હતું. આ ગ્રામણી નાટકમાં સાયની જરૂર હતી. કારણ કે મંસા મંગલ નાટકમાં સાપની દેવી મંસાની કહાની છે. પોલીસે જણાવ્યું કે અત્યારસુધી આ કેસમાં કોઈએ ફરિયાદ નોંધાવી નથી. એસપી એસ રાજકુમારે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને અભિનેત્રીના શબને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઘટના બાદ મુખ્ય વન અધિકારી રબિકાન્ત સિંહાએ જણાવ્યું કે, નાટકમાં સાપનો ઉપયોગ કરવો ગેરકાયદેસર છે. આવી ઘટના આ સાંખી લેવામાં આવશે નહીં. ફરિયાદના આધારે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.