નવી દિલ્હી, તા.૧૦
ઈડન ગાર્ડનમાં રમાયેલી આઈપીએલ-ર૦૧૮ની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને ખરાબ રીતે પરાજયનો સામનો કરવો પડ્યો. ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈએ તેને ૧૦ર રને હરાવ્યું. આ જીત સાથે જ્યાં મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ તો કોલકાતા હવે પાંચમા સ્થાને છે તેને જો પ્લે ઓફમાં જવું હોય તો બધી મેચ જીતવી પડશે. આ મુકાબલા માટે બોલિવુડ સ્ટાર અને કેકેઆરના કો-ઓર્નર શાહરૂખખાન અને જુહી ચાવલા પણ સ્ટેડિયમમાં હાજર હતા. શરમજનક હાર બાદ કિંગખાને ટ્વીટ કરી પ્રશંસકોની માફી માંગી છે. બોલિવુડના બાદશાહે ટ્વીટ કર્યું. સ્પોર્ટસમાં હંમેશા જુસ્સો જોવામાં આવે છે હાર-જીત તો તેનો હિસ્સો છે. જો કે હું ટીમનો બોસ હોવાના કારણે તમારા બધા પ્રશંસકોની માફી માંગુ છુ કારણ કે અમે આજે બિલકુલ જુસ્સો બતાવ્યો નથી.