(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧૦
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સાયન્સની ૨૦૧૮માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થતા અમરેલી જિલ્લાનું ૭૬.૪૪ ટકા પરિણામ આવેલ છે. જે ગયા વર્ષની સરખામણીએ ૭.૪૭ ટકા ઘટીને આવ્યું હતું. જિલ્લાના ચાર કેન્દ્રોના પરિણામમાં સૌથી વધુ બગસરા કેન્દ્રનું ૯૦.૧૫ ટકા અને સાવરકુંડલા કેન્દ્રનું જિલામાં સૌથી ઓછું ૬૫.૯૦ ટકા પરિણામ આવેલ છે.
જ્યારે જિલ્લામાં કુલ ૨૭૧૧ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૨૭૦૮ પરીક્ષામાં હાજર રહેતા ૨૦૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ જાહેર થયેલ છે અને ૬૪૧ વિદ્યાર્થીઓ નાપાસ થવા પામેલ છે જિલ્લામાં ગ્રેડ વાઈજ પરિણામ જોવા જઈએ તો જિલ્લામાં એ-૧ગ્રેડમાં માત્ર ૨ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે તેમજ એ-૨ ગ્રેડમાં ૩૨ વિદ્યાર્થીઓ અને બી-૧માં ૧૨૭ અને બી-૨માં, ૨૯૮ વિદ્યાર્થીઓ અને સી-૧માં- ૫૬૬ તેમજ સી-૨માં -૭૪૮ અને ડી ગ્રેડમાં ૨૯૪, અને ઈ-૧માં ૪ વિદ્યાર્થીઓએ ગ્રેડ હાસિલ કરેલ છે.
જ્યારે પરીક્ષા દરમ્યાન ગેરરીતિ કરતા પકડાયેલ સીસીટીવી તેમજ વર્ગ ખંડમાં સ્કવોર્ડ દ્વારા પકડાયેલ ૬ વિદ્યાર્થીઓના પરિણામ બોર્ડ દ્વારા અનામત રાખવામાં આવેલ છે. અમરેલી જિલ્લામાં ગયા વર્ષની સરખામણીએ પરિણામ ઓછું આવતા વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું જિલ્લામાં માત્ર બગસરા કેન્દ્રમાં ગયા વર્ષ કરતા ૧.૫૬ ટકા પરિણામ વધીને આવ્યું હતું.
ૃઅમરેલી જિલ્લાના ચાર કેન્દ્રોના પરિણામ વિગતવાર નીચે મુજબ છે ૭.૪૭ ઘટ્યું
કેન્દ્રનું.નામ નોંધાયેલ.વિ પરીક્ષામાં પાસ. નાપાસ પરિણામ ૨૦૧૭ ૨૦૧૭
હાજર. વિ સરખામણીએ
અમરેલી ૧૬૦૩ ૧૬૦૨ ૧૨૧૬ ૩૮૭ ૭૫.૯૧ ૮૧.૪૬ ૫.૫૫ ઘટ્યું
સાવરકુંડલા ૫૨૩ ૫૨૨ ૩૪૪ ૧૭૯ ૬૫.૯૦ ૮૨.૮૨ ૧૬.૯૨ ઘટ્યું
બગસરા ૩૨૫ ૩૨૫ ૨૯૩ ૩૨ ૯૦.૧૫ ૮૮.૫૯ ૧.૫૬વધ્યું
લાઠી ૨૬૦ ૨૫૯ ૨૧૭ ૪૩ ૮૩.૭૮ ૯૬.૬૦ ૧૨.૮૩ ઘટ્યું
અમરેલી ૨૭૧૧ ૨૭૦૮ ૨૦૭૦ ૬૪૧ ૭૬.૪૪ ૮૩.૯૧ ૭.૪૭ ઘટ્યું