અંજાર, તા.૧૦
અંજાર તાલુકાના ભીમાસર સહારા ગામથી ગાંધીધામ તાલુકાના પડાણા ગામ તરફ જતા મેન ડામર રોડ ઉપર તોજેતરમાં કચ્છ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા અને નર્મદા નિગમના ઝાલાની મીઠી નજર હેઠળ આ પાણીની પાઈપલાઈન ગેરકાયદેસર ડામર રોડની સાઈડો અને કારગીલ કુની બાજુમાં થઈ ડામર રોડને ખૂબ જ મોટું નુકસાન કરી ગેરકાયદેસર કોઈપણ જાતની માર્ગ અને મકાન વિભાગની મંજૂરી લીધા વિના રાતોરાત આ ગેરકાયદેસર પાણીની લાઈનની કોઈને જાણ ના થાય તેમ નાખી દેવામાં આવી છે, પરંતુ સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા આ કંપની તેમજ નર્મદા નિગમના જવાબદારોની પોલ પાધરી થઈ જતા તાત્કાલિક આ ઘટના બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર મિશ્રા તેમજ અંજાર નાયબ કાર્યપાલક ઈજનેર સઈદી અને રિટાયર્ડ શ્રીમાન મ્યાત્રાને સરકારી વાહનમાં સ્થળ ઉપર લઈ જઈ સમગ્ર ઘટના નજરે જોતા તાત્કાલિક અસરથી અંજાર નાયબ કાર્યપાલક ઈજનેરના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ મુન્દ્રા તરફથી તાત્કાલિક કચ્છ કેમિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ગેરકાયદેસર નાખવામાં આવી રહેલ આ પાઈપલાઈન દૂર કરવા લેખિતમાં નોટિસ પણ તા.પ-પ-ર૦૧૮ના રોજ આપવામાં આવેલ છે પરંતુ રાતોરાત કયાંકને ક્યાંક ઇશ્મ્ પંચાયત માર્ગ અને મકાન વિભાગના મોટા માથાના અધિકારીઓની ગોઠવણ થઈ જતાં આ સમગ્ર ઘટનામાં ભ્રષ્ટાચારને છૂપાવવા માટે રાતોરાત ડામર રોડનું કામ શરૂ કરી દેવામાં આવેલ છે. કારણ કે હજુ તો આ કચ્છ કેમિકલ્સની ગેરકાયદેસરની પાણીની લાઈન દૂર થઈ જ નથી. જેની જાણ મિશ્રા કરતાં જણાવેલ કે અમો રૂબરૂ સ્થળ ઉપર જઈએ છીએ અને તપાસ કરાવી બંધ કરાવીશું પણ કામ તો ખૂબ જ જોરશોરથી ચાલુ છે જેને તાત્કાલિક બંધ કરી આ પાણીની પાઈપલાઈન દૂર કરવામાં આવે અને સારી ક્વોલિટીમાં કામ થાય તેવી અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિની માંગ છે અને આવી ગેરકાયદેસર નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનો તાત્કાલિક દૂર કરવામાં આવે એવી માંગ અંજાર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી કરશન આર. રબારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.