તા.૧૦
ઇરાન અને ઇઝરાયેલના એકબીજા પર કરાયેલા તાજા હુમલામાં સીરિયા પીસાતુ દેખાઇ રહ્યું છે. હુમલાની શરૂઆતનો આરોપ ઇરાન પર છે. ઇઝરાયેલે આરોપ લગાવ્યો છે કે ઇરાને તેની ગોલનના હાઇટ્સની પૉઝિશન પર લગભગ ૨૦ મિસાઇલો છોડી છે. જવાબી કાર્યવાહીમાં ઇઝરાયેલે સીરિયામાં ઇરાનના ઠેકાણાઓ પર કેટલીય મિસાઇલો ફોડી. ઇઝરાયેલની મિસાઇલોએ ઇરાનના સીરિયામાં એર ડિફેન્સ પૉઝિશન્સ, રડાર સ્ટેશન અને હથિયારોના ગોડાઉન પર હુમલો કર્યો છે. ઇરાનના બચાવમાં સીરિયાએ ઇઝરાયેલને જવાબ આપ્યો. સીરિયાની સેનાએ દમિશ્કની નજીક ફોડવામાં આવેલી ઇઝરાયેલી બે મિસાઇલોને તોડી પાડવાનો દાવો કર્યો છે.સિરીયામાં એક શંકાસ્પદ ઇઝરાયેલી હુમલામાં ૧૫ વિદેશી સમર્થકોના મોત થયા છે, જેમાં ૮ ઇરાનીઓ પણ સામેલ છે. દાવો કર્યો કે તે હુમલો ઇરાનના એલિટ રીવોલ્યુશનરી ગાડ્ર્સના વેપન ડીપો પર થયો. માનવ અધિકાર નિરીક્ષણ જૂથે યુકે સ્થિત સીરિયન અબઝર્વરી ફોર હ્યુમન રાઇટ્સ ગ્રૂપએ જણાવ્યું હતું કે આ હુમલો દમિશ્કના દક્ષિણમાં કિસવેના વિસ્તારમાં કરવામાં આવ્યો. સીરિયાના અધિકૃત સમાચાર એજન્સી જીછદ્ગછએ જણાવ્યું કે કિસવે તરફ ફેકવામાં આવેલી કેટલીક મિસાઇલોને સૈન્યએ રસ્તામાં જ અટકાવી દીધી.
ઇઝરાયેલના એક મિલિટ્રી પ્રવક્તાએ માહિતી આપી છે કે ઇરાનની સ્પેશ્યલ ફોર્સે તેના દેશ પર મિસાઇલ એટેક કર્યો. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે જ્યારે ઇરાની ફોઝે ઇઝરાયેલની ફોઝ પર સીધો હુમલો કર્યો હોય. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, ઇરાની મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી અને આ હુમલામાં ઇઝરાયેલમાં કોઇ નુકશાન થયું નથી.
સીરિયાની સરકારી મીડિયા સનાએ એક અલગ સ્ટૉરી રજૂ કરી છે. તે અનુસાર, ઇઝરાયેલે પહેલા હુમલો કર્યો હતો જેના જવાબમાં સીરિયા તરફથી પણ હુમલો કરવામાં આવ્યો, વળી, ઇઝરાયેલે કહ્યું કે, સ્થિતિને જોતા તે બધા ઓપ્શન માટે તૈયાર છે.
નોંધનીય છે કે, એક હવાઇ હુમલામાં આઠ ઇરાની સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલાને ઇઝરાયેલ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ઇરાને આનો જવાબ આપવાની ધમકી આપી હતી. શક્યતા છે કે ઇરાની મિસાઇલો આનાથી જોડાયેલા બદલાની કાર્યવાહીથી ફાયર કરવામાં આવી હોય.ગયા મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનની સાથે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંના કાર્યકાળમાં થયેલા પરમાણું કરારમાંથી અમેરિકાને દુર કરી દીધુ. ટ્રમ્પના પગલા બાદ ઇરાનની પાસે અમેરિકાના સહયોગી ઇઝરાયેલને લઇને સતર્કતા રાખવાનુ આમ પણ કોઇ કારણ નથી. સીરિયામાં ૨૦૧૧ થી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. દેશની બશર અલ અસદની તાનાશાહી વાળી સરકાર વિદ્રોહીઓ સામે લડી રહી છે અને અસદને રશિયાની સાથે સાથે ઇરાનનું પણ સમર્થન મળેલું છે.