National

મારાં માતા અન્ય ઘણા લોકોથી વધુ ભારતીય છે, આ દેશ માટે તેમણે બલિદાન આપ્યું છે : પીએમ મોદીના ટોણા પર રાહુલ ગાંધીનો જવાબ

(એજન્સી) બેંગલુરુ, તા. ૧૦
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના તેમના પર અંગત હુમલાઓનો જવાબ આપ્યો છે અને વડાપ્રધાન મોદીને તેમનાં માતાની માતૃભાષામાં બોલવાનો ટોણો માર્યો છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે પત્રકારોને સંબોધ્યા હતા. પત્રકારો દ્વારા સોનિયા ગાંધી વિશે તેમના ઇટાલિયન મૂળ અંગે મોદીએ કરેલા પ્રહારો અંગે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મારાં માતા ઇટાલીના છે. તેમણે પોતાના જીવનનો મોટો હિસ્સો ભારતમાં પસાર કર્યો છે.મારાં માતા અન્ય ઘણા લોકો કરતા વધુ ભારતીય છે. આ દેશ માટે તેમણે ઘણું બધું સહન કર્યું છે અને ત્યાગ કર્યો છે અને બલિદાન આપ્યું છે. રાહુલ ગાંધીએ એવો પ્રશ્ન પણ કર્યો કે વડાપ્રધાને મારા પર જેવી રીતે અંગત હુમલા કર્યા છે શું આ એક બંધારણીય હોદ્દા પર બેઠેલી વ્યક્તિને શોભે છે ? તેમણે એવું પણ કહ્યું કે મેં વડાપ્રધાનને પ્રશ્ન કર્યો, જવાબમાં તેમણે અંગત પ્રહાર કર્યા. આ કયા સ્તરની રાજનીતિ છે ? વડાપ્રધાન જ્યારે અંગત પ્રહારો કરે છે ત્યારે તેમની ટિપ્પણી તેમની ગુણવત્તા દર્શાવે છે. વડાપ્રધાન વિકાસ વિશે વાત કરવા માગતા નથી. લોકોનું ધ્યાન અન્યત્ર વાળવા માટે વડાપ્રધાન મારા પર અંગત પ્રહારો કરે છે. કર્ણાટકના લોકોના ભવિષ્ય વિશે કહેવા માટે તેમની પાસે કશું જ નથી. કર્ણાટકની ચૂંટણીઓ રાહુલ ગાંધી વિશે નથી.

દુષ્કર્મો રાજકીય મુદ્દો છે પરંતુ મોદી બુલેટ ટ્રેનની વાતો કરે છે : રાહુલ ગાંધી
(એજન્સી) બેંગલુરુ, તા. ૧૦
ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆના દુષ્કર્મના કેસોને ધ્યાનમાં રાખીને રેપનું રાજકારણ નહીં કરવાની વડાપ્રધાન મોદીની ટિપ્પણી અંગે વળતો પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે શું દુષ્કર્મના કેસો રાજકીય મુદ્દાઓ નથી ? મહિલાઓ સામેના અત્યાચારો સંપૂર્ણપણે રાજકીય અને રાષ્ટ્રીય મુદ્દો છે. પત્રકાર પરિષદને સંબોધતા રાહુલ ગાંધીએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે વડાપ્રધાન બુલેટ ટ્રેન અને અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માગે છે પરંતુ મૂળભૂત મુદ્દાઓ અંગે ચર્ચા કરવાનું તેમને ગમતું નથી. મોદી મૂળભૂત રાજકીય મુદ્દાઓ ઉઠાવવા માગતા નથી રેપના કેસો ખરેખર એક રાજકીય મુદ્દો છે. ઉન્નાવ અને કઠુઆની રેપની ઘટનાઓની આકરી ટીકાઓ કરવામાં આવી ત્યારે વડાપ્રધાને વિપક્ષને જાતિય હિંસા અંગે રાજકીય રમત રમવાનું બંધ કરવાનું કહ્યું હતું.

પીએમને કેવી રીતે પહોંચી વળવું એ રાહુલે હવે શીખી લીધું છે
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે આ ચૂંટણીઓ રાહુલ વિશે નથી. વડાપ્રધાનને કેવી રીતે પહોંચી વળવું ? એ તેમણી હવે શીખી લીધું છે. રાહુલે કહ્યું કે વડાપ્રધાન તેમના કોઇ પણ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. તેઓ મુખ્ય મુદ્દાઓથી માત્ર લોકોનું ધ્યાન અન્યત્ર દોરે છે. તેમણે એવું પણ કહ્યું કે નરેન્દ્ર મોદી તેમને એક ખતરા કે ભય તરીકે જુએ છે અને આ તેમના રોષનું કારણ છે, તેથી તેઓ મારી સામે અંગત પ્રહારો કરે છે. વડાપ્રધાન દ્વારા તેમના પર કરવામાં આવતા અંગત પ્રહારો વિશે પત્રકારો દ્વારા પૂછવામાં આવતા રાહુલગાંધીએ બુદ્ધની એક વાર્તાનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે બુદ્ધ પર મોટેથી બોલનાર અને તેમને ગાળ ભાંડનાર અંગે પ્રતિક્રિયા આપવાનો ગૌતમ બુદ્ધે ઇનકાર કર્યો હતો. તેમણે એવું પણ કહ્યું કે ગૌતમ બુદ્ધે કહ્યું હતું કે આ એ વ્યક્તિનો રોષ છે અને તેઓ તેની ગોળો સ્વીકારતા નથી, તેથી આ ગાળો તેના પર પાછી જાય છે. મોદીની અંદર રોષ છે. માત્ર હું જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે તેમને ગુસ્સો છે અને મારામાં તેમને ભય દેખાય છે.

મોદીના ગુસ્સા માટે હું લાલચોળ સળિયો : રાહુલ ગાંધી
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના છેલ્લા દિવસે બેંગલુરુમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું કે કર્ણાટકમાં વિપક્ષ પાસે વિકાસ માટે કોઇ યોજના નહીં હોવાથી લોકોનું ધ્યાન અન્યત્ર વાળવાના વિપક્ષ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ તેમના પર અને તેમનાં માતા સોનિયા ગાંધી પર કરવામાં આવેલા અંગત હુમલાઓનો જવાબ આપતા જણાવ્યું કે રાજ્યમાં કોંગ્રેસ રચનાત્મક અને સકારાત્મક પ્રચાર કર્યો છે. જોકે, વિપક્ષે કર્ણાટકના વિકાસ માટે તેમની યોજના વિશે કશું જ કહ્યું નથી. રાહુલ ગાંધીની બેંગલુરુની પ્રેસ કોન્ફરન્સના ૧૦ મહત્વના મુદ્દા.
૧. વડાપ્રધાનના અંગત હુમલા અંગે રાહુલગાંધીએ જણાવ્યું કે હું તેમના ગુસ્સા માટે લાલચોળ સળિયો છું. વડાપ્રધાન મને ખતરા તરીકે જોતા હોવાથી હું તેમનો રોષ આકર્ષું છું.
૨. વડાપ્રધાનના સોનિયા ગાંધીના ઇટાલિયન મૂળના ઉલ્લેખ અંગે તેમણે કહ્યું કે હું જે ભારતીયોને મળ્યો છું, મારાં માતા અન્ય ઘણા લોકો કરતા વધુ ભારતીય છે. જો વડાપ્રધાનને મારાં માતાને ગાળ ભાંડવાનું ગમે છે તો પોતાની ખુશી માટે તેઓ એમ કરી શકે છે. મારાં માતા ઇટાલિયન છે.
૩. રેપના અહેવાલો અંગે તેમણે કહ્યું કે દુષ્કર્મો રાજકીય મુદ્દો છે. શું તમે એમ કહેવાનો પ્રયાસ કરી રહ્યો છો કે આ દેશની મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવે ત્યારે રાજકારણીઓએ ચુપ રહેવું જોઇએ. મહિલાઓ સામેના અત્યાચારો સંપૂર્ણપણે રાજકીય અને એક રાષ્ટ્રીય મુદ્દો છે.મોદીને બુલેટ ટ્રેન જેવા અને અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા કરવાનું ગમે છે પરંતુ મૂળભૂત મુદ્દાઓ અંગે ચર્ચા કરવાનું તેઓ પસંદ કરતા નથી.
૪. મંદિરોની મુલાકાતો અંગે રાહુલે જણાવ્યું કે છેલ્લા ૧૫ વર્ષથી હું મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારાઓ અને દરેક ધાર્મિક સંસ્થાઓની મુલાકાત લઉં છું. આપણા લોકોની જુદી-જુદી ધાર્મિક માન્યતાઓ છે. એક રાજકીય નેતા તરીકે મને આમંત્રિત કરનારી ધાર્મિક સંસ્થાઓની મુલાકાત લેવાની મારી ફરજ છે.
૫. રાહુલ ગાંધીના સોફ્ટ હિન્દુત્વની ભાજપની ટીકા અંગે જણાવ્યું કે તેઓ હિન્દુનો અર્થ સમજે છે એવું હું માનતો નથી. હું મંદિરે જઉં છું ત્યારે ભાજપને આ ગમતું નથી.
૬. દલિતના મુદ્દા અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે દલિતો સાથે સંબંધિત મુદ્દાઓ ઉઠાવીશું. આ અમારી ફરજ છે. અમારો પ્રશ્ન છે કે વડાપ્રધાન શા માટે દલિતોના મુદ્દા ઉઠાવતા નથી.
૭. દલિતોના મુદ્દા અંગે પીએમ મોદીના કથિત મૌન અંગે તેમણે જણાવ્યું કે રોહિત વેમુલાની હત્યા કરવામાં આવી ત્યારે મોદીએ એક શબ્દ પણ ન કહ્યું. જ્યારે દલિતોની હત્યા કરવામાં આવે છે અને દેશના અન્ય ભાગોમાં તેમનું અપમાન કરાય છે ત્યારે મોદી કશું જ બોલતા નથી.
૮. કર્ણાટકમાં ભ્રષ્ટાચાર અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપના રેડ્ડી બંધુઓએ કર્ણાટકના લોકોના ૩૫,૦૦૦ રુપિયા ચોરાવ્યા છે. મોદી ખુલાસો કરે કે કર્ણાટકને લૂંટનારા અને ભ્રષ્ટાચારથી ખરડાયેલા લોકોને ભાજપે શા માટે ટિકિટ આપી.
૯. બનાવટી વોટર આઇડીના મોદીના આરોપ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાનના મનમાં જે હોય છે તે તેમના મોઢામાંથી બહાર આવે છે. હવે તેમને સંપૂર્ણપણે ખાતરી થઇ ગઇ છે કે તેઓ કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ચૂંટણીઓમાં પણ હારવાના છે.
૧૦. કર્ણાટક ચૂંટણીના ઢંઢેરા અંગે તેમણે કહ્યું કે કોંગ્રેેસે કર્ણાટકના લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો છે જ્યારે ભાજપે બંધ બારણે ચૂંટણી ઢંઢેરો ેતૈયાર કર્યો છે.

બેંગલુરુના આઇસક્રીમ પાર્લર પર ટૂંક સમયમાં પરત આવવાની રાહુલ ગાંધીની યોજના
કર્ણાટક વિધાનસભાની ચૂંંટણીમાં આખો દિવસ પ્રચારમાં વ્યસ્ત રહ્યા બાદ રાહુલ ગાંધી એક આઇસક્રિમ પાર્લર પર ગયા હતા અને ત્યાં આઇટી સિટીના નાગરિકો સાથે વાતચીત કરી હતી. નાગરિકો સાથેની વાતચીતમાં તેમને જાણવા મળ્યું કે સુવિધાઓના અભાવને કારણે લોકોમાં રાજ્યના શાસક પક્ષ કોંગ્રેસ સામે રોષ છે. રિચી રિચ પાર્લર ખાતેના રાહુલ ગાંધીના ફોટા અને સંદેશા સોશિયલ મીડિયા પર મુકવામાં આવ્યા હતા. સંદેશામાં જણાવાયું છે કે આખો દિવસ ચૂંટણી પ્રચાર કર્યા બાદ બેંગલુરુનું આ આઇસક્રીમ પાર્લર સારી જગ્યા છે. અહીંનો આઇસક્રીમ જોરદાર છે અને સ્ટાફ પણ ફ્રેન્ડલી અને હેલ્પફુલ છે. આ આઇસક્રીમ પાર્લર ખાતે તેના માલિક અને કેટલાક ગ્રાહકો સાથે મળવાની મજા આવી અને ટૂંક સમયમાં હું અહીં પાછા આવવાની તેમની યોજના છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.