National

કર્ણાટક ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, ભાજપના ૫૦ નેતા તૈનાત

(એજન્સી) બેંગલુરુ, તા.૧૦
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ પોતાનાથી થતું શક્ય બધું જ કરી ચુક્યા છે. ગુરુવારે સાંજે રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઇ ગયો છે. સવારથી જ બંને પક્ષોના નેતાઓ સમગ્ર રાજ્યમાં ફરી વળ્યા હતા અને છેલ્લી ઘડીએ પોતાના પક્ષનો વિજય પાકો કરવા માટે મતદાતાઓને રીઝવવાના પ્રયાસો કર્યા હતા. ૧૨મી મે ના રોજ રાજ્યમાં મતદાન યોજાશે અને ૧૫મી મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી ભાજપે ૫૦ નેતાઓને કર્ણાટકમાં ડ્યુટી પર લગાવી દીધા હતા. ભાજપના પ્રમુખ અમિતશાહ, કેન્દ્રીય પ્રધાન નિર્મલાસીતારમણ, પ્રકાશ જાવડેકર, અનંતકુમાર અને ડીવી સદાનંદ ગોવડા સહિત ભાજપના આશરે ૫૦ નેતાઓ છેલ્લા દિવસે પોતાના પક્ષનો પ્રચાર કરવા માટે શેરીઓમાં ફરી વળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની નરેન્દ્ર મોદી એપ પર પક્ષના કાર્યકરોનેે સંબોધન સાથે પોતાના વ્યસ્ત દિવસની શરુઆત કરી હતી. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બેંગલુરુમાં પત્રકાર પરિષદને સંબોધી હતી.
૧૦ મહત્વના મુદ્દાઓ
૧. સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દલિતો અને અન્ય પછાત સમુદાયો સુધી પહોંચ્યા હતા અને તેમના માટે તેમની સરકારે ભરેલા પગલાંની વિગતો આપી હતી.
૨. કોંગ્રેસ સામે પ્રહાર કરતા વડાપ્રધાને જણાવ્યું કે કોંગ્રેસે ભારતીય બંધારણના ઘડવૈયા ડો.બીઆર આંબેડકરનો ક્યારેય આદર કર્યો નથી. કોંગ્રેસ પક્ષ સત્તામાં હતો ત્યાં સુધી બાબા સાહેબને ભારત રત્ન પુરસ્કાર અપાયો ન હતો.
૩. કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયા જ્યાંથી ચૂંટણીમાં ઝંપલાવ્યા છે, એ બદામી વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના પ્રમુખ અમિત શાહે રોડ શો કર્યો હતો અને મીડિયાને સંબોધન કર્યું હતું.
૪. કેન્દ્રીય પ્રધાનો નિર્મલા સીતારમણ, અનંત કુમાર, પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ડીવી સદાનંદ ગોવડા, અનુરાગ ઠાકુર, કૃષ્ણપાલ ગજ્જર અને સંતોષ ગંગવાર કર્ણાટકમાં છે. સમગ્ર રાજ્યમાં યોજાયેલા આશરે ૫૦ મેગા રોડ શો ને સંબોધન કરનારા વરિષ્ઠ નેતાઓમાં તેમનોે સમાવેશ થાય છે.
૫. રોડ શો ને સંબોધન કરનાર જૂથમાં ભાજપના ત્રણ વાર મુખ્યપ્રધાન બનેલા રમણસિંહ અને શિવરાજસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.
૬. મીડિયાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને પરાજય આપવા નજીક પહોંચી ગઇ હતી. અહીં મને પરિણામનો વિશ્વાસ છે. આ બે વિચારસરણી વચ્ચની ચૂંટણી છે.
૭. રાહુલ ગાંધી સાથે મલ્લિકાર્જુન ખડગે અને ડો.જી.પરમેશ્વર સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયા હતા.
૮. ઓપિનિયન પોલમાં કોંગ્રેસ કે ભાજપને રાજ્યમાં બહુમતી નહીં મળવાની અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગોવડાના જનતાદળ (એસ)ના કિંગમેકર બનવાની આગાહી કરવામાં આવી છે.
૯. ઉત્તર પ્રદેશના દલિત પાવર હાઉસ માયાવતી સાથે જોડાણ કરીને કર્ણાટકમાં ચૂંટણી લડી રહેલા જેડી (એસ)એ ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઇને પણ ટેકો આપવાનો ઇનકાર કર્યો છે.
૧૦. કર્ણાટક વિધાનસભાની ૨૨૪ સીટ માટે શનિવારે મતદાન થશે અને ૧૫મી મે ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.